________________
૧૨૬
યોગશતક
૬ ચારણ—જેમાં સંયમ, તપ, વિદ્યા, મંત્ર આદિની સાધ
નાને બળે દૂર દૂર ઊડીને જવા આવવાની શક્તિ પ્રાપ્ત થાય.
(આને ઉપર વર્ણવેલ ર૩મી સિદ્ધિ સાથે સરખાવી શકાય.) ૭ આસીવિસ–જેના વડે તપથી શાપ આપવાની શક્તિ પ્રાપ્ત થાય. ૮ કેવલી–જેનાથી કેવળજ્ઞાન પ્રગટે.(૨૭મી સિદ્ધિ સાથે સરખાવો.) ૯ મણનાણિ–જેનાથી વિપુલમતિ મન:પર્યાયજ્ઞાન થાય.
(તસ્વાર્થ ૧, ૧૪ અને ૨૫) ૧૦ પુવ્યંધરા, અરિહંત, ચવટ્ટી, બળદેવા, વાસુદેવા વગેરે–
જેનાથી પૂર્વધર, અહંન્દ્ર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ વગેરેની શક્તિઓ પ્રાપ્ત થાય.'
બૌદ્ધ પરંપરામાં વિભૂતિ યા લબ્ધિ “અભિજ્ઞા' નામથી પ્રસિદ્ધ છે, અને આ અભિજ્ઞાઓ કોઈ ઠેકાણે પાંચ તે
કોઈક ઠેકાણે છ વર્ણવવામાં આવેલી છે. ૧ ઈદ્ધિવિધ–જેનાથી અનેકરૂપે પ્રગટ થવાય, દીવાલ પર્વત
વગેરેની આરપાર નીકળી શકાય, આકાશમાં ઊડી શકાય અને સૂર્ય-ચંદ્રને હાથથી સ્પર્શી શકાય. દિબ્દસેત (દિવ્યશ્રોત્ર)–જેના વડે દેવતા અને મનુષ્યના તેમજ દૂર અને નિકટના શબ્દો સાંભળી શકાય. (આ લબ્ધિ પતંજલિ પ્રમાણે ઉપર વર્ણવેલ ૨૨મી સિદ્ધિ તેમજ
જન સંભિન્નય સાથે સરખાવી શકાય.) ૩ પરચિત્તવિજાનતા–જેનાથી બીજાના ચિત્તનું જ્ઞાન થાય.
(આ પણ વૈદિક અને જિન પરંપરામાં સમાન છે. સરખા. પતંજલિ પ્રમાણેની ઉપર વર્ણવેલી ૧૯મી સિદ્ધિ અને જન ઉજુમઈ ને મણુનાણિણ.)
૧. જુઓ આવશ્યકનિયુક્તિ ગા. ૬૯-૭૦ અને એના પરની મલયગિરિ ટીકા પા. ૭૭-૭૮.