________________
૧૩૮
યેગશતક ગભેદે આ છે: ૧. સ્થાન, ૨. ઊર્ણ, ૩. અર્થ, ૪. આલંબન, ૫. નિરાલંબન.૧
યોગશતકમાં તે પ્રાચીન પરંપરાને અનુસરી આધ્યાત્મિક વિકાસને કમ આલેખાયો છે: ૧. અપુનબંધક, ૨. સમ્યગ્દષ્ટિ, ૩. દેશવિરતિ, ૪. સર્વવિરતિથી પૂર્ણતા સુધી.
આજીવક પરંપરા બુદ્ધઘોષકૃત દીઘનિકાયની સુમંગલાવિલાસિની અદ્રકથામાં આવતા ઉલેખને અનુસરી આજીવક ગોશાલકને સંમત એવી આઠ ભૂમિકાઓ–૧. મંદ, ૨. ખીડા, ૩. પદવી મંસા, ૪. ઉજુગત, ૫. સેખ, ૬, સમણ, ૭. જિન, ૮. પન્ન. આ આઠમાં પ્રથમની ત્રણ અવિકાસ અને પાછળની પાંચ વિકાસક્રમની જાય છે. ત્યારબાદ મોક્ષકાળ હવે જોઈએ.
યોગશાસ્ત્રમાં એકાગ્રચિત્તના સવિતક, સવિચાર, સાનન્દ અને સાસ્મિત એવા ચાર સંપ્રજ્ઞાતયોગના ભેદ વર્ણવ્યા છે. વળી આગળ જતાં સવિતર્ક સંપ્રજ્ઞાત યોગના ફળરૂપે થતા સ્થૂળ વિષયોના સાક્ષાત્કારના બે ભાગ પાડી અનુક્રમે તેને સવિતર્ક સમાપત્તિ અને નિર્વિતક સમપત્તિ કહેલ છે. એ જ રીતે સૂક્ષ્મ વિષયમાં પ્રવર્તમાન સવિચાર-સંપ્રજ્ઞાતયોગથી થતા સૂક્ષ્મ સાક્ષાત્કારને સવિચાર અને નિર્વિચાર એવી બે સમાપત્તિરૂપે વર્ણવેલ છે.
બૌદ્ધ પરંપરામાં ધ્યાનના ચાર ભેદ આ પ્રમાણે છે: ૧. વિતર્ક-વિચાર-પ્રીતિ સુખ-એકાગ્રતા સહિત, ૨. પ્રીતિસુખ
૧. સમજતી માટે જુઓ આ ગ્રંથની પ્રસ્તાવના પા. ૫૭. ૨ , , , , , પા. ૫૫.
૩. આ ભૂમિકાઓના અર્થ અને બીજી પ્રાસંગિક સૂચના માટે જુઓ પુરાતત્વ ૫. ૨૦૮,