________________
૧૪૪
યોગશતક
૪૦ વર્ગકેવલિકસૂત્રવૃત્તિ (અનુપલબ્ધ) કહાવલીના આધારે ૪૧ ન્યાયપ્રવેશટીકા (મુદ્રિત)
આટલા ગ્રંથ શ્રી હીરાલાલ કાપડિયાને મતે નિશ્ચિત રીતે આ. હરિભદ્રના કહી શકાય. (પ્રત્યેકના પ્રમાણેને પરિચય માટે જુઓ અનેકાંતજયપતાકાની અંગ્રેજી પ્રસ્તાવના ભાગ ૨, પા. ૧૭ થી ૭૧). બાકીના ગ્રંથ માટે પ્રાચીન કે અર્વાચીન લેખકોના ઉલ્લેખ સિવાય કોઈ અન્ય પ્રમાણ નથી એમ તેઓ જણાવે છે, પરંતુ શ્રી પુણ્યવિજયજીના અભિપ્રાયાનુસાર નીચેના ગ્રંથો પણ નિશ્ચિત રીતે શ્રી હરિભદ્રના જ છે. ૪ર ગશતક (પ્રાકૃત–પ્રસ્તુત પુસ્તક). ૪૩ લઘુક્ષેત્રસમાસ યા ' એ જ ગ્રંથને અંતે આવતી જંબુદ્વીપક્ષેત્રસમાસ છે
પ્રશસ્તિને આધારે ૪૪ બ્રિજવદનચપેટા (મુદ્રિત) ૪પ વીરસ્તવ (મુદ્રિત) ૪૬ શ્રાવક પ્રજ્ઞપ્તિવૃત્તિ (મુદ્રિત) ૪૭ શ્રાવકધર્મ તંત્ર (માનદેવસૂરિની ટીકા સાથે મુદ્રિત)
બાકીના જે ગ્રંથે આ. હરિભદ્રને નામે ચડેલા છે તે યાકિનીમહત્તરાસૂનું હરિભદ્રના જ છે એમ આજની સ્થિતિમાં નિશ્ચિતપણે કહેવું અશકય છે. એ નિર્ણય વધારે પ્રમાણેની અપેક્ષા રાખે છે. તે ગ્રંથો આ છે :
સંગ્રહણિવૃત્તિ, બાટિકપ્રતિષધ, અહંચૂડામણિ, કથાકોશ, ચિત્યવંદનભાષ્ય, ધર્મલાભસિદ્ધિ, પરલોકસિદ્ધિ, બૃહત્મિધ્યાત્વમથન, સંસ્કૃત આત્માનુશાસન, નાણાયાત્તક, પંચલિંગી, ધર્મસાર, પ્રતિકાકલ્પ, વેદબાહ્યતાનિરાકરણ, વ્યવહારકલ્પ, પંચનિયંઠી, સંપંચાસિત્તરી, જ્ઞાનપંચકવિવરણ, નાનાચિત્તપ્રકરણ, કસ્તવવૃત્તિ, અનેકાંતપ્રઘટ્ટ, ન્યાયવિનિશ્ચય, યતિદિનકૃત્ય, યશોધરચરિત્ર, વીરાંગકથા.