________________
યોગશતક
ત્યારબાદનાં મોક્ષકાળ છે.૧
આ ચૌદ ગુણસ્થાનને સંક્ષેપમાં બહિરાત્મ–અવસ્થા, અન્તરાત્મ–અવસ્થા અને પરમાત્મ–અવસ્થા એમ ત્રણ ભાગમાં પણ ગોઠવેલાં મળે છે. પહેલી અવસ્થામાં જીવનું વિશુદ્ધ રૂપ અત્યંત મોહનીયની સત્તા અવશ્ય ઘટેલી હોય છે અને તેના હાસના પ્રમાણમાં ત્યાગવૃત્તિ હોય છે. (૬) જે અવસ્થામાં ત્યાગવૃત્તિ પૂર્ણ રીતે ઉદય પામે છે છતાં વચ્ચે વચ્ચે ખલન સંભવે છે તે પ્રમત્તસંયત. (૭) જે અવસ્થામાં પ્રમાદને જરાયે સંભવ નથી તે અપ્રમત્ત સંયત. (૮) જે અવસ્થામાં પહેલાં કયારે પણ નહિ અનુભવેલ આત્મશુદ્ધિને અનુભવ થાય છે અને અપૂર્વ વર્ષોલ્લાસ (આત્મિક સામર્થ્ય, પ્રગટે છે તે અવસ્થા અપૂર્વકરણ. આનું બીજું નામ નિવૃત્તિ બાદર છે. (૯) જે અવસ્થામાં ચારિત્રમેહનીય કર્મના શેષ રહેલ અંશને શમાવવાનું કે ક્ષીણ કરવાનું કામ ચાલતું હોય છે તે અવસ્થા અનિવૃત્તિબાદર. (૧૦) જે અવસ્થામાં મેહનીયને અંશ લોભરૂપે જ ઉદયમાન હોય છે, પણ બહુ સૂકમ પ્રમાણમાં, તે અવસ્થા સૂકમસંપાય. (૧૧) જે અવસ્થામાં સૂક્ષ્મ લોભ સુધ્ધાં શમી જાય છે તે ઉપશાંતમોહનીય. આ ગુણસ્થાનમાં દર્શન મેહનીયને સર્વથા ક્ષય સંભવે ખરો, પણ ચારિત્રમેહનીયન તે ક્ષય નથી હોતે, માત્ર તેની સાથે ઉપશાંતિ હોય છે. આને લીધે જ મેહનો ફરી ઉકૈક થતાં આ ગુણસ્થાનથી અવશ્ય પતન થાય છે અને પ્રથમ ગુણસ્થાન સુધી જવું પડે છે. (૧૨) જે અવસ્થામાં દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયને સર્વથા ક્ષય થઈ જાય છે તે ક્ષણમોહનીય. આ સ્થિતિથી પતન સંભવતું જ નથી. (૧૩) જે અવસ્થામાં મોહના આત્યંતિક અભાવને લીધે વીતરાગદશા પ્રગટવા સાથે સર્વજ્ઞાપણું પ્રાપ્ત થાય છે તે અવસ્થા સગકેવલી ગુણસ્થાન. આ ગુણસ્થાનમાં શારીરિક, માનસિક અને વાચિક વ્યાપાર હોય છે. એથી આને જીવન્મુક્તિ કહી શકાય. (૧૪) જે અવસ્થામાં શારીરિક, માનસિક, વાચિક પ્રવૃત્તિને પણ અભાવ થઈ જાય છે તે અયોગ કેવલી ગુણસ્થાન. આ ગુણસ્થાન છેલ્લું છે. તેથી શરીરપાત થતાં જ તેની સમાપ્તિ થાય છે અને ત્યાર બાદ ગુણસ્થાનાતીત વિદેહમુક્તિ પ્રાપ્ત થાય છે. (આ માટે જ કર્મગ્રંથ બી.)
૧. પુરાતત્ત્વ પા. ર૦૪-૫.