________________
પરિશિષ્ટ ૫
૧૩૫
જન પરંપરા આમાં પ્રાચીન આગમને અનુસરી એક વર્ણન છે અને બીજું માત્ર હરિભદ્રના ગ્રંથને અનુસરી. પહેલામાં ગુણસ્થાન નામે ચૌદ ભૂમિકાઓ છે: (૧) મિથ્યાષ્ટિ, (૨) સાસ્વાદન, (૩) સમ્યફમિથ્યાદષ્ટિ, (૪) અવિરતસમ્યગ્દષ્ટિ, (૫) દેશવિરતિ (વિરતાવિરત), (૬) પ્રમત્તસંયત, (૭) અપ્રમત્તસંવત (૮) અપૂર્વકરણ (નિવૃત્તિનાદર), (૯) અનિવૃત્તિનાદર, (૧૦) સૂક્ષ્મસંપાય, (૧૧) ઉપશાંતમોહ, (૧૨) ક્ષીણમેહ, (૧૩) સાગકેવલી, (૧૪) અયોગકેવલી૧. આમાં પહેલાં ત્રણ ગુણસ્થાને એ અવિકાસકાળ છે,
૧. (૧) જે અવસ્થામાં દર્શનમેહનીયની પ્રબળતાને લીધે સમ્યકત્વ ગુણ આવૃત થયેલ હોવાથી આત્માની તત્વચિ જ પ્રગટી શકતી નથી, જેથી તેની દષ્ટિ મિથ્યા (સત્યવિરુદ્ધ) હોય છે, તે અવસ્થા મિથ્યાષ્ટિ. (૨) અગિયારમા ગુણસ્થાનથી પતિત થઈ પ્રથમ ગુણસ્થાન ઉપર આવતાં વચ્ચે બહુ જ થોડા વખત સુધી જે અવસ્થા પ્રાપ્ત થાય છે તે અવસ્થા સાસ્વાદન. આનું સાસ્વાદન નામ એટલા માટે છે કે તેમાં પતનમુખ આત્માને તવરુચિને સ્વલ્પ પણ આસ્વાદ હોય છે, જેવી રીતે મિષ્ટાન્નના ભોજન બાદ ઊલટી થતી વખતે એક વિલક્ષણ સ્વાદ હોય છે. આ બીજુ ગુણસ્થાન પતને મુખ આત્માને જ હોય છે. (૩, હીંચકે હીંચતા માણસની પેઠે જે અવસ્થામાં આત્મા દેલાયમાન હોય છે, જેને લીધે તે સર્વથા સત્ય દર્શન કરી શકતા નથી કે સર્વથા મિથ્યાદષ્ટિની સ્થિતિમાં રહી શકતો નથી અર્થાત તેની સંશયાળુ જેવી સ્થિતિ બની જાય છે તે અવસ્થા સાફ-મિશ્યા દષ્ટિ આ ગુણસ્થાનમાં દર્શનાહનીયનું વિષ પ્રથમ જેટલું તીવ્ર રહેતું નથી, પણ તે હોય છે ખરું (૪) જે અવસ્થામાં દર્શનમાહનીયનું બળ કાં તે બિલકુલ શમી જાય છે કે વિરલ થઈ જાય છે અને કાં તે બિલકુલ ક્ષીણ થઈ જાય છે જેને લીધે આત્મા અસંદિગ્ધપણે સત્ય દર્શન કરી શકે છે એ અવસ્થા અવિરતસમ્યગ્દષ્ટિ. આનું અવિરત નામ એટલા માટે છે કે તેમાં ચારિત્રમોહનીયની સત્તા સવિશેષ હોવાથી વિરતિ (ત્યાગવૃત્તિ) ઉદય પામતી નથી. (૫) જે અવસ્થામાં સત્યદર્શન ઉપરાંત અલ્પાંશે પણ ત્યાગવૃત્તિને ઉદય થાય છે તે દેશવિરતિ. આમાં ચારિત્ર