________________
૧૪૦
યોગશતક અને નિર્વિચાર એમ ઉભયવિધ કહ્યો છે. સાર એ છે કે કેવળ યેગશાસ્ત્રમાં જ વિતર્ક અને વિચાર એ બન્ને શબ્દો જુદા જુદા અર્થમાં વપરાયેલા છે. સવિતર્ક-સંપ્રજ્ઞાતમાં આવેલ ‘વિતક' પદને અર્થ સ્થૂળવિષયક સાક્ષાત્કાર એમ કરવામાં આવ્યો છે, જયારે એની સવિતર્ક-સમાપત્તિમાં આવેલ “વિતક પદનો અર્થ શબ્દ, અર્થ અને જ્ઞાનને અમેદાધ્યાસ યા વિકલ્પ એમ કરવામાં આવ્યો છે. એ જ રીતે વિચાર-સંપ્રજ્ઞાતમાં આવતા “વિચાર” પદને સૂક્ષ્મવિષયક સાક્ષાત્કાર એ અર્થ લેવાયો છે, જ્યારે એની વિચારસમાપત્તિમાં આવતા “વિચાર” પદને અર્થ દેશ, કાલ અને ધર્મથી અવચ્છિન્ન એવા સૂક્ષ્મ પદાર્થને સાક્ષાત્કાર એવે કરાયો છે.
બૌદ્ધ પરંપરાના ચાર યા પાંચ ભેદ પિકી પ્રથમ ધ્યાનમાં વિતર્ક અને “વિચાર” બન્ને પદ આવે છે. ત્યાં “વિતર્ક”ને અર્થ “ઊહ” છે. ચિત્ત કઈ પણ આલંબનને પ્રથમ પ્રથમ પકડી તેમાં પ્રવર્તે તે “વિતક ” છે. જ્યારે તે જ આલંબનમાં ચિત્ત વધારે ઊંડું ઊતરી એકરસ જેવું થઈ જાય ત્યારે તે સ્થિતિ “વિચાર” છે. આમ આલંબનમાં સ્થિર થવા માંગતા ચિત્તની પ્રાથમિક સ્થિતિ “વિતક' અને પછીની સ્થિતિ “વિચાર” છે.
જૈન પરંપરામાં “વિતર્ક અને અર્થ બત યા શાસ્ત્રજ્ઞાન છે અને “વિચાર”ને અર્થ કઈ પણ એક વિષયમાંથી બીજા વિષયમાં સંચાર યા સંક્રમ કર એ છે. યોગશાસ્ત્રમાં સમાપત્તિગત “વિતર્ક' પદના અર્થ તરીકે વિકલ્પ લેવામાં આવ્યો છે. “વિકલ્પ' એટલે શબ્દ, અર્થ અને જ્ઞાનને પરસ્પર ભેદ હોવા છતાં તેમાં અભેદબુદ્ધિ થાય છે. નિર્વિતર્કસમાપત્તિમાં એવી અભેદબુદ્ધિ નહિ, પણ માત્ર અર્થને શુદ્ધ પ્રતિભાસ મનાય છે. આ રીતે સવિતર્કસમાપત્તિમાં વિકલ્પ અને નિર્વિતર્કસમાપત્તિમાં વિકલ્પને અભાવ મનાયેલ છે. જાણે કે એ જ ભાવ