________________
પરિશિષ્ટ ૫
૧૩૭
આવૃત હોવાથી તે સંસારમાં જ રચ્યાપચ્યા રહે છે, બીજી અવસ્થામાં જીવ પરનું ગાઢ આવરણ શિથિલ થતાં તેની દૃષ્ટિ સંસારમેંગોથી વિમુખ બની આત્માભિમુખ બને છે અને ત્રીજી અવસ્થામાં તો આત્માનું વાસ્તવિક સ્વરૂપે પ્રગટ થઈ જાય છે.
પહેલી અવસ્થામાં પહેલાં ત્રણ ગુણસ્થાનને, બીજીમાં ચેથાથી બારમા ગુણસ્થાનને અને છેલ્લીમાં તેરમા-ચૌદમાં ગુણસ્થાનને સમાવેશ થાય છે.૧
ગુણસ્થાનના આ પ્રાચીન વિચારને આ. હરિભદ્ર પિતાના ગગ્રંથોમાં જુદી જુદી રીતે વર્ણવે છે.
પ્રથમ અચરમાવર્તકાળ, જે આધ્યાત્મિક વિકાસના પ્રારંભ પહેલાને કાળ છે તે, સર્વત્ર સમાન છે. ચરમાવર્તથી વિકાસને પ્રારંભ ગણાય. તેમાં અપુનબંધકસ્થિતિ આવે છે. તે પણ બધા ગ્રંથમાં સમાન છે. હવે જે નામ અને વર્ગીકરણને ભેદ છે તે નીચે પ્રમાણે–
યોગબિંદુમાં આધ્યાત્મિક વિકાસકમનું યોગરૂપે વર્ણન છે અને યોગને પાંચ ભેદ કરવામાં આવ્યા છે: ૧. અધ્યાત્મ, ૨. ભાવના, ૩. ધ્યાન, ૪. સમતા, પ. વૃત્તિસંક્ષય. યોગદષ્ટિસમુચ્ચયમાં અવિકાસકાલીન દષ્ટિને ઓઘદૃષ્ટિ ને વિકાસકાલીન દષ્ટિને યોગદષ્ટિ કહી છે. યોગદષ્ટિના આઠ ભાગ પાડવામાં આવ્યા છે: ૧. મિત્રા, ૨. તારા, ૩. બલા, ૪. દીપ્રા, ૫. કાન્તા, ૬. સ્થિરા, ૭. પ્રભા, ૮. પરા.૩
યોગવિશિકામાં વિકાસકાલીન અવસ્થાને સૂચવતા પાંચ ૧. ઓ પં. સુખલાલજી સંપાદિત હિંદી ચોથા કર્મગ્રંથની પ્રસ્તાવના પા. ૨૯-૩૦.
૨. સમજતી માટે જ આ ગ્રંથની પ્રસ્તાવના પા. પ૦-પા. ૩. • • • • • પા. ૫૩.