________________
યોગશતક
યોગવાસિષ્ઠ ચૌદ ભૂમિકાઓ ગણાવે છે. તેમાંથી સાત અજ્ઞાનભૂમિકાઓ છે અને સાત જ્ઞાનભૂમિકાઓ. પહેલી સાત અવિકાસની અને બીજી સાત વિકાસની દશાઓ છે. તે આ પ્રમાણે : (૧) બીજ જાગ્રતુ (૨) જાગ્રતુ, (૩) મહાજાગ્રતું, (૪) જાગ્રતસ્વપ્ન, (૫) સ્વપ્ન, (૬) સ્વપ્ન જાગ્રત, (૭) સુષુપ્તક'. જ્ઞાનમય સ્થિતિના પણ સાત ભાગ કરી તેને જ્ઞાનભૂમિકાઓના નામથી ઓળખાવ્યા છે, જેમકે (૧) શુભેચ્છા, (૨) વિચારણા, (૩) તનમાનસા, (૪) સત્તાપત્તિ, (૫) અસંસક્તિ, (૬) પદાર્થભાવની, અને (૭) તુગાર (જુઓ, પુરાતત્ત્વ એજન).
૧. (૧) પહેલી ભૂમિકામાં અહેવ-મમત્વબુદ્ધિની જાગૃતિ નથી હોતી, માત્ર તેવી જાગૃતિની બીજરૂપે યોગ્યતા હોય છે, તેથી તે બીજ જાગ્રત કહેવાય છે. આ ભૂમિકા વનસ્પતિ જેવા મુદ્ર નિકાયમાં માની શકાય. (૨) બીજી ભૂમિકામાં અહેવ-મમત્વબુદ્ધિ અલ્પાંશે જાગે છે, તેથી તે જાગ્રત કહેવાય છે. આ ભૂમિકા કીટ, પતંગ, પશુ, પક્ષીમાં માની શકાય. (૩) ત્રીજી ભૂમિકામાં અહં ત્વ-મમત્વબુદ્ધિ વિશેષ પુષ્ટ છે, તેથી તે મહા જાગ્રત કહેવાય છે. આ ભૂમિકા મનુષ્ય, દેવ આદિ નિકાયમાં માની શકાય. (૪) ચોથી ભૂમિકામાં જાગ્રત અવસ્થાના અને રાજય (ભ્રમ)ને સમાવેશ થાય છે; જેમકે, એકને બદલે બે ચંદ્ર દેખાવા, છીપમાં રૂપાનું ભાન અને ઝાંઝવામાં પાણીની બુદ્ધિ. આ હેતુથી આ ભૂમિકા જાગ્રતવM કહેવાય છે. (૫) પાંચમી ભૂમિકામાં નિદ્રા વખતે આવેલ સ્વપ્નનું જાગ્યા બાદ જે ભાન થાય છે તેને સમાવેશ છે, તેથી તે સ્વપ્ન કહેવાય છે. (૬) છઠ્ઠી ભૂમિકામાં વર્ષોનાં વર્ષો સુધી ચાલુ રહેલ સ્વપ્નને સમાવેશ થાય છે. આ સ્વપ્ન શરીરપાત થયા છતાં પણ ચાલુ રહે છે, તેથી તે સ્વજાગ્રત કહેવાય છે. (૭) સાતમી ભૂમિકા ગાઢ નિદ્રાની હોય છે, જેમાં જડ જેવી સ્થિતિ થઈ જાય છે અને કમે માત્ર વાસનારૂપે રહેલાં હોય છે, તેથી તે સુષુપ્તિ કહેવાય છે. ત્રીજીથી સાતમી સુધીની પાંચ ભૂમિકાઓ સ્પષ્ટપણે મનુષ્યનિકાયમાં અનુભવાય છે. જુઓ યોગવાસિષ્ઠ, ઉત્પત્તિપ્રકરણ સર્ગ ૧૧૭.
૨. (૧) હું મૂઢ જ શા માટે રહું? હવે તે શાસ્ત્ર અને સજજન દ્વારા