________________
૧૩૨
યેગશતક
આમાં પહેલી અવિકાસકાલીન બીજી અલ્પમાત્ર વિકાસવાળી, ત્રીજીથી પાંચમી ચડિયાતા વિકાસવાળી અને છઠ્ઠી પૂર્ણ વિકાસની ભૂમિકાઓ છે.
'કેટલીક વાર પુથુજજન અને ગોત્રભૂ એવા પણ અજ્ઞાનકાલીન ભૂમિકાના બે ભાગો કરવામાં આવે છે, પરંતુ ગાત્રભુની વ્યાખ્યા દરેક સ્થળે એકસરખી નથી. કેટલીક વાર એ ભૂમિકાને જ્ઞાનકાલીન અવસ્થાઓમાં ગણાવવામાં આવી છે; અર્થાત ત્રિભૂ સંતાપ, સકદાગામી કે અનાગામી હોઈ શકે. જ્ઞાનકાલીન ભૂમિ કાઓમાંથી સંતાપન્ન ને સકદાગામી માટે અધિશીલ, અનાગામી માટે અધિચિત્તને અરહા માટે અધિપ્રજ્ઞ શબ્દ પણ યોજવામાં આવે છે.
મહાયાન પરંપરામાં પણ ભૂમિકાઓની બાબતમાં કંઈક નામભેદ ને સંખ્યાબેદ પ્રવર્તે છે. સામાન્ય રીતે દશ ભૂમિકાઓને ઉલેખ મળે છે અને આ દશેય ભૂમિકામાં જ્ઞાનકાલીન છે. કેટલેક સ્થળે (બોધિસત્વભૂમિજેવા ગ્રંથમાં) ૧૨ ભૂમિઓને નિર્દેશ છે. તેમાં અજ્ઞાનકાલીન બે ભૂમિકાઓ ઉમેરવામાં આવી છે. બાકીની દશ ભૂમિ તદ્દન સમાન છે, ભેદ હોય તો તે માત્રનામને તો તે એટલું જ કે પહેલાને આર્યદર્શન (સત્સંગ) પ્રાપ્ત થયેલ નથી હોતું, જયારે બીજાને તે પ્રાપ્ત થયેલ હોય છે. આ બંને નિર્વાણમાગથી પરામુખ હોય છે. નિર્વાણમાર્ગને પ્રાપ્ત થયેલાના ચાર પ્રકાર છે: (૩) જેણે ત્રણ સંયોજનાને ક્ષય કર્યો હોય તે સંતાપન્ન, (૪) જેણે ત્રણ સંજનાને ક્ષય અને પછીથી બેનું શૈથિલ્ય કર્યું હોય તે સકદાગામી, (૫) જેણે પાંચે ક્ષય કર્યો હોય તે ઓપપાતિક, (૧) જેણે દશે સંજનાને ક્ષય કર્યો હોય તે અરહા. સતાપન્ન વધારેમાં વધારે સાત વાર મનુષ્યલોકમાં અવતરે છે, ત્યારબાદ અવશ્ય નિર્વાણ પામે છે. સકદાગામી એક જ વાર મનુષ્યલોકમાં આવે છે, પછી નિર્વાણ પામે છે. ઓપપાતિક બ્રહ્મલોકમાંથી જ નિર્વાણ પામે છે. અરહા તે સ્થિતિમાંથી જ નિર્વાણ મેળવે છે. દસ સંજનાઓ માટે જઓ અંગુત્તરનિ કાય (પા. ૧૭ ફુટનેટ ૧૩); મઝિમનિકાય; “બુદ્ધ, ધર્મ આણિ સંઘ” મરાઠી, (પા. ૯૯) તથા પુરાતત્ત્વ ૫. ૨૦૩-૪.