________________
પરિશિષ્ટ ૪
૧૨૭
૪ પુખ્મેનિવાસાનુસતિ—જેના વડે પૂજન્માનું જ્ઞાન થાય. (સરખાવા પતંજલિગત ૫ મી સિદ્ધિ)
૫ દુષ્પ્રચક—જેનાથી દૂરની તેમજ સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ જોઈ શકાય.
૬ આસવપ્ર્યકરાણુ—જેનાથી આસવેા (આસ્રવેા)ના ક્ષય કરનારું જ્ઞાન પ્રાપ્ત થાય.
આ પરથી જોઈ શકાશે કે દરેક પર પરાએ પેાતપેાતાની રીતે સંયમ અર્થાત્ યાગથી થતી જુદી જુદી લબ્ધિએ યા વિભૂતિએ વવી છે, જેમાંની કેટલીક ઉપર ખતાવ્યા પ્રમાણે બિલકુલ સામ્ય ધરાવે છે.
પરિશિષ્ટ ૪
કાળજ્ઞાન
જીવન-મરણ, લાભ-હાનિ, શુભ-અશુભ જેવાં ભાવી જાણવા માટે મનુષ્યજાતિએ લાંખા કાળથી અનેક પ્રયત્ના કર્યાં છે. તે પ્રયત્નાને પરિણામે અનુભવ તેમજ કલ્પનામૂલક અનેક શાસ્ત્રો પણ રચાયાં છે, જેની આઠ શાખાએ અષ્ટાંગનિમિત્તવિધા નામથી જાણીતી છે. આ નિમિત્તવિધા કોઈ એક જ પરંપરામાં સીમિત નથી. ભારતીય પરપરાને ઉદ્દેશી કહેવું હાય તેા એમ કહી શકાય કે તે વૈશ્વિક-અવૈદિક બધી જ પરપરાએમાં એછેવત્તે અંશે મળી આવે છે. અથવ વેદ અને ઐતરેય આરણ્યક જેવા પ્રાચીન વૈશ્વિક ગ્રંથામાં સ્વપ્ન આદિ દ્વારા શુભાશુભની સૂચના નિર્દેશાયેલી છે. મહાભારતમાં પણ મૃત્યુસૂચક ચિહ્નોનું થાડું વર્ણન છે. કાશ્યપસહિતા, ચરક, સુશ્રુત, વરાહસહિતા, મત્સ્યપુરાણ, વાયુપુરાણ, યોગશાસ્ત્ર (પત ́જલિ), કાળજ્ઞાન (શંભુનાથ) અને ધર્મસિન્ધુ આફ્રિ અનેક વૈદિક ગ્રંથામાં મૃત્યુસૂચક વિવિધ ઉપાયાના થાડા ઘણે નિર્દેશ થયેલા છે. બૌદ્ધ વાડ્મયમાં અત્યાર લગી મિલિન્દપઢા સિવાય અન્યત્ર આવી વિધાનું વર્ણન જોવામાં નથી આવ્યું. મિલિન્દુ