________________
પરિશિષ્ટ ૨
૧૧૯ કમશઃ તેને હાર સ્વીકારવો પડ્યો છે. તેને તેઓએ અનિવૃત્તાધિકારપ્રકૃતિ અર્થાત્ સંસારકાળ અને નિવૃત્તાધિકારપ્રકૃતિ એટલે મોક્ષકાળ તરીકે કહેલ છે.
પરિશિષ્ટ ૨
અપુનબંધક જીવે વડે બંધાતું કર્મ અથવા જીવમાં પડતે કર્મસંસ્કાર કેટલો વખત ટકે અને એની કટુક યા મધુર ફળ આપવાની શક્તિ કેટલા પ્રમાણમાં હોય એને આધાર સંકલેશ યા કષાયની તીવ્રતામંદતા ઉપર છે. જેટલા પ્રમાણમાં સંકલેશ તીવ્ર હોય તેટલા પ્રમાણમાં તેનાથી બંધાતું કમ વધારે સ્થિતિનું અને વિશેષ ઉગ્ર ફળ આપનારું હોય છે. કમપ્રકૃતિઓ અનેક છે. જૈનશાસ્ત્રમાં દરેક કર્મની જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બન્ને સ્થિતિઓ જ બતાવવામાં આવી છે. એમાંથી મોહનીય કર્મ, જે એક રીતે બધાં કર્મોમાં મુખ્ય છે, તેની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કડાકોડ સાગરોપમની મનાઈ છે; અર્થાત જ્યારે કઈ પણ જીવ વધારેમાં વધારે તીવ્ર સંકલેશ-પરિણામવાળો હોય ત્યારે તે જીવ સિત્તેર કોડાકોડ સાગરેપ જેટલા સમયની સ્થિતિવાળું મોહનીય કર્મ બાંધે. આવી મર્યાદા હોવા છતાં કેટલાક જીવો એવા પણ હોય છે કે તેમને સંકલેશ-પરિણામ ધીરે ધીરે મંદ થતો જાય છે, તેથી કરીને તેઓ એછી ઓછી સ્થિતિવાળું મોહિનીય કર્મ બાંધે છે. જ્યારે કોઈ પણ જીવને ચરમપુગલપરાવર્ત જેટલો પરિમિત સંસાર રહે છે ત્યારે તે તેને સંકલેશ-પરિણામ બહુ જ મંદ થઈ જાય છે અને એ ચરમપુગલપરાવતમાંથી પણ અડધા જેટલો ભાગ બાકી રહે ત્યારે તે સંકલેશ-પરિણામ પહેલાંથીય વધારે મંદ થઈ જાય છે, જેને લીધે તે જીવ મોહનીય કર્મ વધારેમાં વધારે અંતઃકેડાર્કોડ સાગરોપમ જેટલી સ્થિતિનું જ બાંધે છે અને તે વખતે