________________
૧૧૭
પરિશિષ્ટ ૧
પરિશિષ્ટ ૧
ચરમાવત ચરમાવર્ત એ શબ્દ જૈન પરંપરાને પારિભાષિક શબ્દ છે. એમાં બે અંશ છે : ચરમ અને આવર્ત. આવર્ત એ પુદ્ગલાવર્તનું ટૂંકું રૂપ છે. પુદ્ગલ એટલે જે રૂપ, રસ, ગંધ અને સ્પર્શવાળું હોય તે અર્થાત્ મૂર્તદ્રવ્ય. આવાં દ્રા અવિભાજય સૂક્ષ્મ પરમાણુરૂપ અનંતાનંત છે તેમજ તેમના સંયોગ અને વિભાગથી અનેક પ્રકારના નાનામોટા સ્કંધ પણ રચાય છે, ને વળી પાછા તે વીખરાય છે. જૈન પરંપરા માને છે કે જીવ અનાદિ – અજ્ઞાત કાળથી શરીર, વચન અને મન આદિરૂપે એવાં પુગલોનું ગ્રહણ અને વિસર્જન કરતે રહે છે. જયારે કોઈ એક જીવ વિશ્વના સમગ્ર પુદ્ગલેને એક યા બીજે રૂપે પરિણુમાવી, મૂક કરી, ભેગવી લે છે ત્યારે તેટલો ભાગકાળ એક આવર્ત અર્થાત્ પુગલપરાવર્ત કહેવાય છે. લે-મૂકને આદિસમય અજ્ઞાત હાઈ સામાન્ય રીતે એમ માની લેવું પડે છે કે તમામ જીવ આવા અનન્ત પુદ્ગલપરાવતમાંથી પસાર થયેલા છે અને તે જ દીઘ સંસારને કાળપટ છે. પણ મોક્ષને આદર્શ સ્વીકારતું હૈઈ જૈનદર્શન એમ માને છે કે ભૂતકાળ ગમે તેટલા પુદ્ગલપરાવર્તીમાં પસાર થયો હોય, છતાં કયારેક ભવ્ય અર્થાત્ મોક્ષને પાત્ર એવા જીવને એ સંસાર ઓસરવા માંડે છે. તે વખતે જીવ ઉપર અત્યારલગી પ્રાધાન્ય ભોગવતું આવેલ મેહરૂપ કર્મપ્રકૃતિનું બળ મેળું પડે છે અને જીવને આંતરિક શુદ્ધ સ્વભાવ એ બળ ઉપર કાંઈક ને કાંઈક કાબૂ મેળવતા જાય છે. આવી સ્થિતિ આવ્યા બાદ જીવ સંસારમાં ગમે તેટલો કાળ ભટકે છતાં એ કાળ પરિમિત થઈ જાય છે, એટલે હવે તે બધાં પુગલોને એકવાર ભોગવી લે એટલે જ કાળ બાકી રહે છે. આટલે ભવભ્રમણકાળ બાકી રહે ત્યારે તે ચરમાવર્ત કહેવાય છે.