________________
ગાથા ૯૯-૧૦૧
શુદ્ધ ન રહે ત્યારે તેવું ધર્મજીવન ઇચ્છાયાગ કહેવાય છે. આથી ઊલટું, જ્યારે શાસ્ત્રનું રહસ્ય ખુદ્ધિની તીવ્રતાને લીધે સમજાયું હોય, શ્રદ્ધા પણ પાકી હાય, આપ્તપુરુષાના વચને પ્રત્યે પૂર્ણ આદર હાય ત્યારે શક્તિ ગેાપવ્યા વિના પ્રમાદ ત્યજી જે અતિચારરહિત ધર્માચરણ થાય છે તે શાસ્ત્રયાગ. જેનું સામાન્ય કથન શાસ્ત્રમાં હાય, પણ જેને વિશેષ વિચાર શાસ્ત્રમર્યાદાથી પર ઢાય તેવું ધર્મજીવન અધિકાધિક આત્મશક્તિના આવિર્ભાવને લીધે પ્રગટે ત્યારે તે સામર્થ્યયાગ, અર્થાત્ સામર્થ્યયાગમાં શાસ્ત્રના કે અન્ય ખાલ અવલંબનના ટેકા સિવાય જ આંતરિક શુદ્ધિના ખળથી જ આપમેળે સહજશુદ્ધ ધમ જીવન વહેવા લાગે છે.૫૬
૫૬. જુઆ યાગદૃષ્ટિસમુચ્ચય ક્ષેાક ૩-૫ અને તેનું વિવેચન,
૧૧૫