________________
૧૮
ઉપરની માન્યતા જૈન પરિભાષામાં રજૂ થયેલી છે, પણ એ જ માન્યતા થોડા શાબ્દિક ફેરફાર સાથે સાંખ્યોગ જેવા પ્રાચીન મેક્ષવાદી દર્શનગ્રંથમાં પણ મળી આવે છે. જૈન પરંપરા કર્મરૂપે પરિણામ પામેલ પુદ્ગલને દ્રવ્યકર્મ કહી તેના પ્રકારને કમ પ્રકૃત્તિ તરીકે વર્ણવે છે. સાંખ્ય-ગ પરંપરામાં પણ ‘પ્રકૃતિ” શબ્દ જાણુ છે અને તે સત્વ, રજસૂ અને તમસ ગુણના સમુદાયરૂપે મનાયેલી છે. સાંખ્યયોગ પરંપરામાં પ્રકૃતિ તત્ત્વ જ સૃષ્ટિ અને વિસૃષ્ટિનું કેન્દ્ર છે, પુરુષ યા ચેતન એ તદ્દન ફૂટસ્થ હાઈ સીધી રીતે સર્જન-વિસર્જનમાં ભાગ લેત મનાયો નથી, અને સંસાર કે મોક્ષ બને વાસ્તવિક રીતે પ્રકૃતિમાં જ ઘટાવવામાં આવે છે. તેમ છતાં ચેતનનું અસ્તિત્વ સ્વીકારવાને કારણે એ પરંપરા પ્રકૃતિગત બંધ-મોક્ષને સંબંધ ઉપચારથી પણ પુરુષમાં ઘટાવે છે. પુરુષમાં એ સંબંધ ભલે ઉપચારથી ઘટાવાય તેપણ પ્રકૃતિમાં તે બંધ અને મોક્ષ વાસ્તવિક જ માનવા પડે છે. જે વસ્તુ કયાંય પણું અસ્તિત્વ ધરાવતી હોય તેને જ બીજામાં અરેપ થઈ શકે. હવે સાંખ્યયોગ પરંપરા સામે પ્રશ્ન એ આવ્યું કે પ્રકૃતિને સ્વભાવ જ બંધ અને મોક્ષને હેાય તેપણ તમે એ તે બતાવે કે કયાં લગી એ બંધ અર્થાત, સંસાર ભણી પ્રવૃત્તિ કરે છે અને કયારથી એ મોક્ષાભિમુખ થાય છે ? આનો ઉત્તર સાંખ્ય-યોગાચાર્યોએ પિતાની પરિભાષા પ્રમાણે આપે છે. તે એ છે કે ચેતન પુરુષ ઉપર જ્યાંલગી પ્રકૃતિતત્ત્વને અધિકાર ચાલતા હોય અને તેનું બળ પ્રધાનપણે કામ કરતું હોય ત્યાંલગી એની પ્રવૃત્તિ સંસાર ભણી છે અને જયારે પુરુષ ઉપરનો પ્રભાવ ઘટવા લાગે, માળા પડે ત્યારથી મોક્ષ ભણી પ્રવૃત્તિ શરૂ થાય છે. સાંખ્યયોગ પરંપરાએ ત્રિગુણાત્મક પ્રકૃતિને કેન્દ્રમાં રાખી સર્ગ-વિસર્ગ યા બન્ધ-મોક્ષને વિચાર કર્યો ત્યારે પણ તેમને ચેતન ઉપર પ્રકૃતિના અધિકારબળની તીવ્રતા અને