________________
પરિશિષ્ટ ૨
૧૨૧
મતો નિર્દેશ્યા છે અને તેમણે પિતાની દૃષ્ટિએ એ બને મને સમન્વય પણ કર્યો છે. તેઓ કહે છે કે માર્ગાભિમુખ અને માર્ગપતિત એ બને અપુનબંધક જીવની જ ઉત્તરકાલીન ચડતી અવસ્થા છે, પણ જેઓ એ બે અવસ્થાઓને અપુનબંધક પહેલાંની અને તેથી ભિન્ન માને છે તેઓને મને પણ એટલું તે સમજવું જ જોઈએ કે તે અવસ્થાએ યોગ યા ધર્મના અધિકારની કટિમાં ગણવી જોઈએ, કેમકે ધર્માધિકારને પાત્ર મનાયેલી અપુનબંધક અવસ્થા એ માર્ગાભિમુખ અને માગપતિતને માટે બહુ નજીકની છે અને જે માગભિમુખ કે માર્ગ પતિત અવસ્થામાં આવે છે તે પછી તરત જ અપુનબંધક અવસ્થામાં આવી જાય છે. માર્ગાભિમુખ અને માર્ગ પતિતની વ્યાખ્યા આ. હરિભદ્ર આ પ્રમાણે કરી છે– સીધી નળીમાં જતાં સર્પ જેમ વાંકે મટી સીધો થઈ જાય છે તેમ ચિત્તની અવક યા સરલ પ્રવૃત્તિ એ જ માર્ગ છે” અર્થાત્ તે સ્થિતિ આધ્યાત્મિક ગુણો પ્રાપ્ત કરવામાં ઉપકારક છે. આવી સ્થિતિ ભણી જે જીવ વળે, પણ હજી એ પ્રાપ્ત કરી ન હોય તે માર્ગાભિમુખ અને એવી સ્થિતિ પ્રાપ્ત કરી હોય તે માર્ગ પતિત (જુઓ લલિતવિસ્તરા, પા. ૧૮. ઋષભદેવ કેસરીમલ સંસ્થા, રતલામ, દ્વારા પ્રકાશિત).
જ્યારે કોઈ ભવ્ય જીવ આગળ વધતાં એવી સ્થિતિમાં આવે છે કે હવે તે પોતાના સંકલેશ-પરિણામથી ઉત્કૃષ્ટ સ્થિતિનું મોહનીય કર્મ એક જ વાર બાંધે ત્યારે તે સમૃબંધક કહેવાય છે. કેઈ ઉત્કૃષ્ટ સ્થિતિના મેહનીય કમને બે વાર બાંધનાર હોય ત્યારે તે દ્વિધક કહેવાય છે. આથી જોઈ શકાય છે કે ભવ્ય જીવોમાં પણ અપુનબંધક કરતાં સમૃદ્રબંધક અને સમૃદ્ધધક કરતાં કિર્બધકને સંસારકાળ વધારે હોય છે. જે અત્યારે સકુબંધક હોય તે પણ કાળક્રમે અપુનબંધક થવાને જ, અને જે અપુનબંધક બને તે કર્મ ગ્રંથિભેદ પણ કરવાને જ. પરંતુ અહીં ધ્યાનમાં