________________
૧૧૪
યાગશતક
અને આજ્ઞાયાગ એ બન્ને અર્થાત્ ભાવ અને વિવેકી વન બન્ને મળે ત્યારે જ તે સાધક મેાક્ષના આરાધક બને છે. ગ્રંથકાર ભારપૂર્વક સ્પષ્ટપણે કહે છે કે આજ્ઞાયાગ વિનાની કેશ્યા ભલે તે સારી હાય તાય તે સસારના લાંખા કાળ દરમ્યાન અનેક વાર આવે છે અને જાય છે; તેની કોઈ જીવન ઉપર કાયમી સારી છાપ રહેવા પામતી નથી.૫૫
તેથી જ ગ્રંથકાર કહે છે કે જો વધારે આવશ્યકતા હાય તા તે આજ્ઞાયાગમાં પ્રયત્ન કરવાની છે. આજ્ઞાયાગ હોય તેા જ સુલેશ્યાનું જીવનમાં સ્થાયી પરિણામ આવે. અંતે ગ્રંથકાર શ્વેષથી ભવિરહ શબ્દ દ્વારા પેાતાને એળખાવનાર સંકેત સૂચવે છે અને સાથે જ મેાક્ષ અથ પણ સૂચવે છે.
ગ્રંથકારે છેલ્લી બે ગાથાઓમાં ‘આજ્ઞાયાગ’ પદ વાપર્યું છે. તેથી તેના વિશેષ અ જાણવા જરૂરી છે. ગ્રંથકારે પાતે જ પેાતાના • યાગદષ્ટિસમુચ્ચય ’ નામના ગ્રંથમાં ત્રણ યાગાનું નિરૂપણ કરતાં આજ્ઞાયાગનું પણ નિરૂપણ કર્યું છે. ઇચ્છાયાગ, શાસ્રયોગ અને સામર્થ્યયાગ એ ત્રણુ પ્રકારના યોગા એમણે કહ્યા છે. તેમાં જે શાસ્ત્રયાગ તે જ આજ્ઞાયાગ એમ સમજવું. એટલે ત્યાં ‘શાસ્ત્રયાગ’ શબ્દના જે અ ગ્રંથકારે પેાતે જ દર્શાવ્યા છે તે જ અર્થ અહીં ‘આજ્ઞાયાગ’ શબ્દના સમજવા. ઇચ્છાયાગ કરતાં શાસ્રયાગ ચડિયાતા ને તેથી વળી સામર્થ્ય યોગ ચડિયાતા. શાસ્ત્રવણુ કર્યું હૈાય એવા જ્ઞાની પુરુષ હાય, તે શાસ્ત્રાનુસારી આચરણ કરવા ઇચ્છતેા પણ હાય, છતાં પ્રમાદને લીધે એનું ધ`જીવન અણુિ
૫૫. અહીં જે આરાધકનું સ'ક્ષિપ્ત સૂચન છે તેના વિશેષ વિસ્તાર પચવતુ ગા. ૧૬૯૪ થી ૧૧૯૭ સુધીમાં ગ્રંથકારે કર્યાં છે, અને ત્યાં તેમણે સ્પષ્ટ સૂચવ્યું છે કે માત્ર સારી લેશ્મા હેાય એ આરાધકપણા માટે પૂરતું નથી. એની સાથે સમ્યક્ત્વ, વિરતિ આદિ ભાવગુણા પણ ઢાવા જોઈએ. કેવળ સારી દ્વેશ્યા એ તેા અન્નન્યાને પણ હોય છે.