________________
ગાથા ૯૯-૧૦૧
૧૧૩, કર્મનું નિર્માણ થયું હોય તે મરણકાલે તેવી વેશ્યા આવે છે અને ગતિ પણ તદનુસારી થાય છે. આયુષનું નિર્માણ કઈ ક્ષણે થશે તેનું જ્ઞાન ન હોવાથી સાધકે હંમેશાં શુભ પરિણામમાં જ રહેવું જોઈએ, જેથી આયુષ્યબંધ તેવા પરિણામમાં જ થાય અને મરણકાલે પણ તેવા જ પરિણામો આવે. છેવટે ગતિ પણ સુધરે.
લેશ્યા એ એક પ્રકારને આત્માને પરિણામ છે, પણ એ પરિણામ જ્યાં લગી રાગ-દ્વેષરૂપ કષાયની છાયાથી રંજિત હોય ત્યાં લગી જ તે લેયા કહેવાય છે. કષાયની છાયાના અનરંજન સિવાયનો પરિણામ લેફ્સારૂપ ગણાતો હોય તોય તે કર્મબંધકારક થતો નથી. તેથી કાષાચિક પરિણામરૂપ લેશ્યા જ અહીં પ્રસ્તુત છે. સામાન્ય રીતે લેશ્યાના સારા-નરસાપણાનું તારતમ્ય શાસ્ત્રોમાં છ વિભાગપ૪ કરી વર્ણવવામાં આવ્યું છે. જેમ જેમ કષાયની તીવ્રતા તેમ તેમ વેશ્યા અશુભ. તેથી ઊલટું, કષાયની મંદતાના પ્રમાણમાં લેણ્યા શુભ. શુકલ લેશ્યા એ છએ લેશ્યાઓમાં સારી અને ચડિયાતી છે. અનશનકાળ દરમ્યાન શુકલ લેયા શબ્દથી સૂચવાતા ઉજજવલ અને સારા પરિણામો કે ભાવો રહે એટલું જ બસ નથી, પણ એવા પરિણામો સાથે આજ્ઞાગ ભળવું જોઈએ. આજ્ઞાોગ એટલે આધ્યાત્મિક જીવન જેણે અનુભવ્યું હોય તેવા પુરુષોએ જીવનની શુદ્ધિને લક્ષમાં રાખી સૂચવેલા. વિધિનિષેધ પ્રમાણે વિવેકપૂર્વક વર્તવું તે. અંતરમાં પરિણામો સારા ઉદ્ભવે, ભાવ ઉજજવલ હોય, પણ જે તે જીવનમાં સક્રિય ન બને અગર અણુને વખતે સાધક તદનુસાર વતી ન શકે તો તે ભાવે બહુ અર્થ ન સાધે. તેથી જ ગ્રંથકાર કહે છે કે સારી લેશ્યા હોય તે તો આવશ્યક છે જ, પણ તેની સાથે આજ્ઞાયોગ ભળે તે તેથીય વધારે આવશ્યક છે. આ રીતે જ્યારે ઉત્તમ લેશ્યા
૫૪. જુઓ ઉત્તરાધ્યયનસૂત્ર અ. ૩૪ તથા હિંદી ચોથ કર્મગ્રન્થલેશ્યા “વ” પરિશિષ્ટ, પા. ૩૩.