________________
૧૧૨
ગશતક શાસ્ત્રાનુસારી ભાવ સચવાય તે જ તે વ્યક્તિ અહીં આરાધકમોક્ષને સાધક સમજ, અન્યથા અનાદિ સંસારમાં એવી લેશ્યા તે વારંવાર આવ્યા જ કરે છે. (૧૦૦)
તેટલા માટે અગાથએ-અગી ગુણસ્થાનની પ્રાપ્તિ ઈચ્છનારે આજ્ઞાગમાં યથાવત્ પ્રયત્ન કરવો. આ જ પ્રયત્ન ભવવિરહકારી છે અને આ જ સિદ્ધિ સાથે શાશ્વત ગ અર્થાત્ સંબંધ કરાવનાર છે. (૧૦૧).
સમજૂતી––મૃત્યુસમયની સૂચના મળવાથી કે તે વિના પણ જ્યારે કોઈ સાધક ભાવ અને ઉત્સાહપૂર્વક અનશનવિધિ સ્વીકારે છે ત્યારે તેને ભાવ અને ઉલ્લાસ અંતલગી ટકી રહે તેમજ ઉત્તરોત્તર વધારે શુદ્ધિ ધારણ કરતો જાય તે જ અનશનને મુખ્ય ઉદ્દેશ આત્મશુદ્ધિ અને સદ્ગતિની પ્રાપ્તિ સિદ્ધ થાય. તેથી જ ગ્રંથકારે કહ્યું છે કે અનશનની શુદ્ધિ અથે સાધક વિશેષ પ્રયત્નશીલ રહે. જીવનના લાંબા કે ટૂંકા કાળ દરમ્યાન સદ્દવિચારે, સારી ભાવના અનેક વાર આવે અને વિલય પણ પામે, પરંતુ જીવનની છેલ્લી ઘડી સાચવી લેવી એ મહત્ત્વનું છે. અનશન સ્વીકાર્યું હોય, જીવન લંબાતું જાય અને વચ્ચે પૂર્વસંસ્કારવશ કે આસપાસના વાતાવરણવશ મનમાં જે કાંઈ દુર્બાન થવા લાગે તે પ્રથમ પિલા સદ્દવિચારો અને સેવેલી સદ્દભાવનાઓ પણ બાજુએ રહી જાય અને ગતિ સુધરવાને બદલે બગડે. તેથી જ ગ્રંથકાર કહે છે કે મરતી વખતે જીવની જેવી લેશ્યા–પરિણામ–અધ્યવસાય હોય તેવી જ લેયાવાળી ઉત્તમ કે કનિષ્ઠ ગતિમાં જીવ જન્મ લે છે. જે સારી શ્યામાં આયુષ્ય
પર, જુઓ પરિશિષ્ટ ૫. ૫૩. સ૨ખાવો ગીતા
यं यं वाऽपि स्मरन्भावं त्यजत्यन्ते कलेवरम् । त तमेवैति कौन्तेय सदा तद्भावभावितः ॥ ८, ६.