________________
યાગશત
મિત્રદેવતા પણ જિજ્ઞાસુને મરણકાળ કહે છે. મિત્રદેવતાએ મરણુ સૂચવ્યાના દાખલાએ કથાસાહિત્યમાં નોંધાયેલા પશુ છે.
૧૧૦
૩. પ્રતિભાથી પણ મૃત્યુની સૂચના મળે છે. કોઈ વાર કોઈ વ્યક્તિને આપેાઆપ અણુધારી રીતે પેાતાના મૃત્યુકાળ સૂઝી આવે છે કે હું આ સમયે મરવાના છું. આજે પણ એવા દાખલાઓ
જોવામાં આવે છે.
૪. સ્વપ્નશાસ્ત્ર એ એક ખાસ શાસ્ત્ર છે. એમાં શુભાશુભસૂચક સ્વપ્નાના વિચાર કરવામાં આવે છે. સ્વપ્નમાં કેટલાંક દના એવાં થાય છે કે જેનાથી મૃત્યુની આગાહી કરવામાં આવે છે, જેમકે સ્વપ્નમાં જે માણુસ પેાતાનું મસ્તક મૂડાવેલું, તેલથી માઁન કરાવેલું, ગળામાં રાતી માળા પહેરેલી ને રાતાં વસ્ત્રો પહેરી ગધેડા પર પ્રેસી દક્ષિણ દિશા તરફ પેાતાને જતે જુએ તે તેનું છ માસમાં મૃત્યુ થાય. એ જ રીતે સ્વપ્નમાં કાળા વર્ણવાળા તથા લેાઢાના દંડને ધારણ કરનાર માણસને જુએ તે! ત્રણ મહિનામાં મૃત્યુ થાય. (હેમ. યોગશાસ્ત્ર પ્રકાશ પ, શ્ર્લોક ૧૫૧-૫૫)
૫. ઇન્દ્રિયજ્ઞાન દ્વારા થતી મૃત્યુની આગાહી પણ શાસ્ત્રમાં નોંધાયેલી છે. દન, શ્રવણ અને ઘ્રાણુ એ ત્રણ ઇન્દ્રિયજ્ઞાનની નોંધ પ્રસ્તુત ગાથાઓમાં છે. જ્યારે કાઈ વ્યક્તિ પોતાના નાસાગ્રભાગ ન જુએ અથવા નાક વળી જાય ત્યારે મૃત્યુની સૂચના મળે છે. નેત્રટ્ઠનના પ્રકાર અનેક છે. કાઈ પેાતાની આંખમાં તેજ ન જુએ અગર ખીજાના નેત્રમાં પેાતાના દેહનું તેમજ પેાતાની કીકીનું પ્રતિષિખ ન જુએ ત્યારે મૃત્યુની આગાહી થાય છે. એ જ રીતે કાનના અગ્રભાગ પર હાથ મૂકી અંદરના ધ્વનિ સાંભળતાં જે તે ન સંભળાય તેાપણુ મૃત્યુની આગાહી મળે છે. જયાં કાઈ સુગંધી વસ્તુ હોય ત્યાં પણ મૃતકકલેવર જેવી દુર્ગંધ આવે અગર સૂંઘવા જતાં કશી ગંધ જ ન આવે ત્યારે પણ મૃત્યુની સૂચના થાય છે.