________________
૧૦૮
ચાગશતક
કાળજ્ઞાનના ઉપાયો नाणं चाऽऽगमदेवयपइभासुविणंधराय दिट्ठीओ । नासच्छितारगादंसणाओ कन्नगसवणाओ ॥ ९७॥ सुहसावयाइभक्खण-समणायमणुद्धरा अदिट्ठीओ४५ । गंधपरिट्ठाओ " तहा कालं जाणंति समयन्नू ॥ ९८ ॥
E
અ—આગમની મદદથી, દેવતાની સહાયથી, પ્રતિભા કે સ્વયંસ્ફૂર્તિથી, સ્વપ્રમાં વિવિધ દશનાથી, નાક, નેત્ર અને તારાની દનવિધિથી તેમજ કાનના અગ્રભાગે શ્રવણુ કરવાની વિધિથી મૃત્યુની સમીપતાનું જ્ઞાન થાય છે. (૯૭)
વળી શ્વાન, રીંછ જેવાં પ્રાણીએ દ્વારા સ્વમમાં પેાતાનું થતું ભક્ષણ જોવું....ઇત્યાદિ ઉપાયથી તથા ગંધની પ્રતિષ્ઠાના ઉપાયથી કાળજ્ઞાન ધરાવનારા મૃત્યુ સમયને જાણે છે. (૯૮)
સમજૂતી—આમરણાંત અનશન લઈ વિશુદ્ધ ચિત્તથી પ્રાણત્યાગ કરવામાં ભાવી મરણના સમયનું જ્ઞાન બહુ ઉપકારક નીવડે છે. મહાભારત (શાંતિ, ૩૧૭) માં પણ કહેલું છે કે વિશેષ લક્ષણેા દ્વારા મૃત્યુસમયની સૂચના મળવાથી ચિત્તને સમાહિત કરવામાં મદદ મળે છે અને સાધક જીવનશુદ્ધિ ભણી વળે છે. તેથી ગ્રંથકારે પ્રસ્તુત બે ગાથામાં મૃત્યુસમયની આગાહી કરે એવા
૪૫. ‘સમળાય' ઇત્યાદિખીને આખા પા≠ પ્રતિમાં અશુદ્ધ દેખાય છે. તેથી એને અથ અનેક પ્રયત્ન કરવા છતાં ખરાખર બેસતા નથી. એના અની સૂચના મળે એવું ગ્ર^થાન્તરમાંથી પણ કાઈ સ્થળ મળ્યું નહિ, એટલે એટલા ભાગના અર્થ લખ્યું નથી.
૪૬. જો કે ‘વિદ્યા’ એવા પાઠ મૂળમાં વહેંચાય છે, છતાં વિચાર કરતાં લાગે છે કે તેનું અસલ સ્વરૂપ છા' યા 'ન્નિા' હાય. તદનુસાર ગ'ધપરીક્ષા’ અથવા ગ‘ધરિજ્ઞા’ એવા અથ થાય જે પ્રસ્તુતમાં સંગત છે.