________________
ગાથા ૯૭-૯૮
૧૦૯
કેટલાક પ્રકારે સંક્ષેપમાં સૂચવ્યા છે. જો કે આ સ્થળે તા એ પ્રકારના માત્ર નામનિર્દેશ છે, તેનું વિવરણુ નથી; વળી ગાથાગત પાડમાં જોઇએ તેવી શુદ્ધિ દેખાતી નથી, તેમ છતાં ખીજા ગ્રંથાને આધારે અહીં આવા સક્ષિપ્ત સૂચનના કંઈક ખુલાસા કરવામાં આવે છે.
પ્રસ્તુત બે ગાથામાં જે જે મૃત્યુસૂચક ઉપાયેા સંગૃહીત કર્યાં છે તે સિવાય પણ ખીજા અનેક ઉપાયા જ્યાં ત્યાં વર્ણવેલા મળી આવે છે. આ વિશે અમે જુદી એક નાંધ લખી છે તે વિશેષાથી જોઈ લે. (જુએ પરિશિષ્ટ ૪.)
(૧) આગમથી ભાવીનું જ્ઞાન થાય એના અભિપ્રાય એવા જણાય છે કે અષ્ટાંગનિમિત્તવિધાથી૪૭ ભાવીનું જ્ઞાન થાય છે. અહીં મૃત્યુજ્ઞાન પ્રસ્તુત હેાવાથી ઘણું કરી ‘આગમ’ શબ્દથી જ્યાતિષ, સામુદ્રિક જેવાં શાસ્ત્રો સમજવાં, કેમકે તે દ્વારા મરણુસમયની આગાહી કરવામાં આવે છે. વળી ‘આગમ’ અને ‘દેવતા’ એ બે પ પાસે છે, તેથી આગમદેવતા એવા અથ લઈ હેમચંદ્રીય યાગશાસ્ત્રને૪૮ આધારે એવા પણ એક અભિપ્રાય ફલિત થઈ શકે છે કે ખાસ એક મંત્રજપરૂપ વિધા દ્વારા દર્પણ વગેરેમાં દેવતાનું આહવાન કરવું, પછી તે દેવતાનું રૂપ જોઈ કન્યા કાળનિ ય જણાવે. વળી સાધકના ગુણેાથી આકર્ષાઈ તે દેવતા પોતે જ કાળનિય પણ કરે. આ પણ એક કાળજ્ઞાનની રીત છે.
૨. દેવતા પદ્મ આગમ પદની પેઠે છૂટું માની તેના અ કરીએ તેા અભિપ્રાય એવા ફલિત થાય છે કે કાઈ પરિચિત કે
४७. अनिमित्तंगाई दिव्वुप्पायंत लिक्खभोमं च ।
अंगसरलक्खणं वंजणं च तिविहं पुणोक्तेक्कं ॥
નિમિત્તનાં આઠ ગ~1. ટ્વિન્ય, ૨. ઉત્પાત, . અંત રક્ષ૪. ભૌમ, ૫. અંગ, ૬. સ્વર, ૭. લક્ષણ, ૮. ગ્’જન. (આવશ્યક- હારિભદ્રી પા. ૬૬૦)
૪૮. પ્રકાશ ૫, લેાક ૧૭૩-૭૬.