________________
૧૦૬
ગશતક પ્રવર્તવું અને આ લેક કે પરલોક, જીવન કે મરણ બનેમાં દઢપણે સમબુદ્ધિ રહેવું. (૫)
તેમજ શુદ્ધચિત્તરત્નવાળા ગીએ અંતકાળને નજીક જાણ વિધિપૂર્વક અનશનથી અંતકાળે દેહને છોડ. (૬)
સમજૂતી–ગાથા ૯૦ થી ૯૬ સુધીમાં યોગસાધના દ્વારા ઉત્કાન્તિ કરનાર બે પ્રકારના સાધકોનું તારતમ્ય વર્ણવ્યું છે. જે સાધક તીવ્ર સંવેગ આદિ પ્રયત્ન દ્વારા રાગ, દ્વેષ, મોહને કમથી સર્વથા નિર્મૂળ કરતાં કરતાં ઉત્તરોત્તર સામાયિક અર્થાત સમતાની શુદ્ધિ સાધતું જાય છે તે જૈન પરંપરામાં ક્ષપકશ્રેણી આરહી કહેવાય છે. એ સાધક ધ્યાનમાં શ્રેષ્ઠ એવા શુકલધ્યાનની૪૩ બીજી ભૂમિકા સિદ્ધ કરી છેવટે કૈવલ્ય પ્રાપ્ત કરે છે. પરંતુ જે સાધક તથાવિધ તીવ્રસંગ આદિના પ્રયત્નને અભાવે મધ્યમમાગે વિકાસ સાધે છે તે બધા સંકલેશેને મૂળથી ક્ષીણ ન કરતાં તેને ઉપશમ માત્ર કરે છે, એટલે કે, તે કેટલાક સંકલેશના વિપાકોદય માત્રને શુદ્ધ અધ્યવસાયથી રોકે છે, પણ તેને સાવ નિર્મૂળ કરી શકતો નથી. એ સાધક ઉપશમશ્રેણી-આરહી કહેવાય છે. તેને ડાક પણ મળો સત્તાગત રહી જાય છે. તેથી તે ક્ષપકસાધકની પેઠે તે જ જન્મમાં કૈવલય પ્રાપ્ત કરી શકતા નથી, તેને જન્માન્તર પણ લેવું પડે છે.
ગા. ૨૦ માં “વાસીચન્દનકલ્પ' વિશેષણથી જે મુનિને નિર્દેશ કરવામાં આવ્યો છે તે જ પહેલા પ્રકારને ક્ષપક સાધક છે. બૌદ્ધ
૪૩. અહીં “શુકલ પદ નિર્મળતાનું સૂચક છે. બધાં ધ્યાનમાં જે વિશેષ નિર્મળ તે ધ્યાન શુકલ કહેવાય છે. એના ચાર પ્રકાર છે. જેઓ પરિશિષ્ટ ૫.
નિર્મળતા સૂચવવા ગપરંપરામાં પણ શુકલ પદ વપરાય છે; જેમકે, (૧) નો ઘ ગાયતે (ગસૂત્ર ૧, ૩૩ નું વ્યાસભાષ્ય). (૨) રુમ મંગાતિઃ (૪. ૭નું વ્યાસભાષ્ય).