________________
ચામશતક
અણુગમા જ હોય ત્યારે સમજવું કે સકલેશબળ તીવ્ર છે. તેથી ઊલટું, જયારે ભાગમુકિત પ્રત્યે દ્વેષ કે અણુગમા ન રહે અને તે પ્રત્યે રુચિ જન્મે ત્યારે એ ખળ મંદ પડવુ છે એમ સમજવું. આ તે સંકલેશખળ મ`ટ્ટુ પડવાના પ્રારંભની એક સામાન્ય કસૈાટી થઈ, પરંતુ જ્યાંલગી ઉપયાગ અશુદ્ધરૂપે પ્રવર્તમાન હૈાય ત્યાંલગી એમાં શુભતાની—કષાયમાંધની માત્રા વિશેષ હેાય તેાય અશુભતાનેા છેક અભાવ નથી જ હાતા. એટલે અશુભત્વ અને શુભત્વ અન્ને સાપેક્ષ હેાઈ તે અશુદ્ધોયાગમાં જ તારતમ્યથી રહે છે એમ સમજવું જોઈ એ. ઉપયોગ વિશેની આટલી સ્પષ્ટતા પછી તેને આધારે બંધાતા શુભાશુભ કર્મા તેમજ ક્ષય પામતા કર્મના ક્રમ સંક્ષેપમાં જાણવાનું પ્રાપ્ત થાય છે.
૯૮
સકલેશની તીવ્રતાને લીધે અધ્યવસાય અશુભ હૈાય ત્યારે અશુભ કર્મોના બંધ યા તે અશુભ સસ્કારનું નિર્માણ થાય છે એ ખરું, છતાં તે વખતેય અલ્પ પ્રમાણમાં શુભ કર્મના બંધ થાય જ છે. એ જ રીતે સંકલેશનું ખળ ઘટતાં જ્યારે સલેશની મંદતાને લીધે ઉપયાગ શુભ બને છે ત્યારે શુભ કર્મના ખંધ વિશેષ પ્રમાણમાં હાવા છતાં અશુભ કમના અલ્પાંશે પણ બંધ હાય જ છે. જેટલા પ્રમાણમાં કષાય અને સકલેશજન્ય વિકૃતિથી મુક્ત થઈ અધ્યવસાય શુદ્ધિ પામતા જાય છે તેટલા પ્રમાણમાં જવના ઇતર જીવા સાથે આત્મૌપમ્યભાવ વધારે સ્પષ્ટ થતા જાય છે અને તે જીવનમાં ઊતરતા પણ જાય છે. તેમ છતાં ઉપયેાગમાં કે પરિામેામાં રહી ગયેલી સંકલેશજન્ય અશુદ્ધિને લીધે તે જીવ કાઈ ને કોઈ પ્રકારના શુભાશુભ કર્મીનું નિર્માણ પણ કરતા રહે છે. ઉત્ક્રાન્તિગામી જીવનું આ સામાન્ય સ્વરૂપ થયું. પણ તેવા ઉત્ક્રાન્તિમાર્ગે પ્રવતા જ્વામાંથી જેએ સયમની વિશિષ્ટ ભૂમિકામાં પહેાંચ્યા હાય યા જેએએ અહિંસા, સત્ય આદુિ યમેાને યથાપણે જીવનમાં ઉતાર્યા હાય તેઓમાં એ વિશિષ્ટ સંચમના પરિણામ