________________
યેગશતક
સિદ્ધિએ અનાયાસે પ્રગટે છે. એ સિદ્ધિએ વિભૂતિ, અભિજ્ઞા કે લબ્ધિને નામે જાણીતી છે. તેનું સૂચન ગ્રંથકાર ત્રણ ગાથામાં કરે છે. તે કહે છે કે યાગના પ્રભાવે જીવનમાં પાપ અર્થાત્ દ્વેષ પ્રવેશતા નથી; એટલું જ નહિ, પણ સદ્ગુણેાના લાભ પણ થાય છે. આ તેા જીવનની આંતરિક સિદ્ધિ થઈ. તે ઉપરાંત અનેક પ્રકારની બાહ્ય સિદ્ધિએ પણ સાંપડે છે. પત`જલિએ અસ્તેયવ્રતની સ્થિરતાથી પ્રાપ્ત થતી સિદ્ધિ સ રત્નાપસ્થાનરૂપે (ર. ૩૭) વર્ણવી છે, તેમજ વિશિષ્ટ ભૂમિકામાં પ્રાપ્ત થતી અણિમા આદિ અનેક સિદ્ધિએ અને વિભૂતિએ પણ દર્શાવી છે. જન પરંપરામાં આમેાસિંહ આદિ ૨૮ લબ્ધિએનું વિસ્તૃત વર્ણન મળે છે. બૌદ્ધ પરંપરામાં પણ અભિજ્ઞા તરીકે એવી સિદ્ધિઓ વર્ણવાયેલી છે. ( જુએ પરિશિષ્ટ ૩. )
યાગવૃદ્ધિ સાથે જ વધતી જતી સિદ્ધિએ ને લબ્ધિએથી યુક્ત યોગી અપ્રમત્તપણે વર્તે ત્યારે જ તે પૂર્વસંચિત અશુભ કર્મીને ખપાવે છે ને નવાં કર્મ બાંધે તેય તે મુખ્યપણે શુભ કર્મને ખાંધે છે. શુભ કપણુ એવાં કે જેના વડે તે ક્રમે ક્રમે વિકાસ સાધતાં અંતે સક ક્ષયરૂપ મેાક્ષ પામે છે.
આ સ્થળે અશુભ, શુભ અને શુદ્ધ ઉપયોગ વિશે કઈક સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે, જેથી અશુભ કે શુભ કર્માંના બંધના ક્રમ અને ઉભયવિધ કર્મની નિર્જરાના ક્રમ કંઈક સમજાય. જૈન પરંપરામાં અશુભ, શુભ ને શુદ્ધ એ ત્રણે વિશેષણ્ણા જેમ ઉપયાગ સાથે આવે છે તેમ અધ્યવસાય અને પરિણામ સાથે પણ આવે છે; જેમકે, શુભાશુભ ઉપયાગ અને શુદ્ધ ઉપયાગ, શુભાશુભ અધ્યવસાય ને શુદ્ધ અધ્યવસાય તેમજ શુભાશુભ પરિણામ અને શુદ્ધ પરિણામ. તેથી સામાન્ય રીતે એમ સમજી લેવું કે ઉપયાગ અને અધ્યવસાય એ બન્ને પર્યાય છે. મૂળે ઉપયાગ
શુભ, અશુભ અને શુદ્ધ ઉપયેાગનું સ્પષ્ટીકરણ