________________
ગાથા ૮૩-૮૫
તે લેવાની ન હોય. આ રીતે યોગચર્યામાં ભિક્ષાનું ઔચિત્ય ધર્મની દૃષ્ટિએ અવશ્ય વિચારવું ઘટે. જે ભિક્ષા આંતરિક ધર્મની પિષક હોય તે જ ઉચિત. ભિક્ષા લેવા અને વાપરવાની બાબતમાં ધમની અર્થાત્ યુગપુષ્ટિની કેસેટી એ જ મુખ્ય છે. એ રીતે વર્તવામાં ન આવે તે યોગનું પરિણામ દોષપુષ્ટિમાં આવે.
ગજન્ય લબ્ધિઓ અને તેનું ફળ जोगाणुभावओ चिय पायं न य सोहणस्स वि य लाभो। लद्धीण वि संपत्ती इमस्स जं वन्निया समए । ८३ ॥ रयणाई लद्धीओ अणिमाईयाओ तह चित्ताओ। आमोसहाइयाओ तहा तहा जोगवुडीए ॥ ८४ ॥ एईय एस जुत्तो सम्म असुहस्स खवगमो नेओ। इयरस्स बंधगो तह सुहेणमिय मोक्खगामि त्ति ॥ ८५ ॥
અર્થ–ાગીને ગના પ્રભાવથી પાપ-અશુભ કર્મ તે નથી જ બંધાતું, ઊલટું શુભને લાભ થાય છે, કારણ કે શાસ્ત્રમાં પણ લબ્ધિઓની પ્રાપ્તિ વર્ણવેલી છે. (૮૩)
જેમ જેમ યોગવૃદ્ધિ થાય તેમ તેમ અનેક પ્રકારની રત્ન આદિ, અણિમા આદિ અને આમૌષાધ આદિ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. (૮૪)
યોગ્ય રીતે આ બધી લબ્ધિઓથી યુક્ત હોય તે જીવ અશુભ–પાપ કર્મને ક્ષય કરનાર તેમજ શુભ-પુણ્ય કર્મને ઉપાર્જન કરનાર જાણ. એ રીતે પુણ્ય દ્વારા તે મોક્ષગામી પણ બને છે. (૮૫)
સમજૂતી–સાધક યોગમાર્ગમાં જેમ જેમ આગળ વધતો જાય તેમ તેમ તેના આંતરિક અને બાહ્ય જીવનમાં કેટલીક