________________
માથા ૮૬-૮૯
પ્રભાવે મૂળમાંથી જ ક્ષીણ થાય છે. દેશની પુનરાવૃત્તિ અને અપુનરાવૃત્તિને જૈન ગ્રન્થમાં અનુક્રમે ઉપશમ અને ક્ષય કહેલ છે. મોક્ષના ધ્યેયની દૃષ્ટિએ કાયિક અને ભાવનાત્મક માનસિક અને આચાર સદનુષ્ઠાન તરીકે લેખાય છે, પણ બન્ને વચ્ચે તફાવત એ છે કે પહેલા પ્રકારના આચારના સુસંસ્કારમાં સાતત્ય રહેતું ન હાઈ વચ્ચે વચ્ચે છિન્ન-વિચ્છિન્નતા આવે છે, જ્યારે બીજા પ્રકારના ભાવનામય આચારના પરિણામોમાં એકધારું સાતત્ય રહેતું હોઈ વચ્ચે ભંગ નથી પડતો. એ જ દૃષ્ટિથી બને આચાર સદનુષ્ઠાન હેવા છતાં પહેલાને તદ્ધતુ૪૧ અર્થાત્ પરંપરાથી મોક્ષહેતુ અને બીજાને અમૃતાનુષ્ઠાન અર્થાત્ સાક્ષાત્ મોક્ષહેતુ કહેલ છે. આ જ વસ્તુ બૌદ્ધ પરંપરામાં નીચે પ્રમાણે વર્ણવાયેલી છે.
બૌદ્ધ ચિંતકો કહે છે કે કોઈ નિર્વાણ સાધક એવું શુભ પુણ્ય ઉપાર્જન કરે છે કે જે માટીના ઘટ જેવું હોય છે, જ્યારે બીજો કોઈ સાધકને પુણ્ય ઉપાર્જન કરે છે તે સેનાના ઘડા જેવું હોય છે. માટી કે સેનાને ઘડો એ તો ઘડો જ છે. એને આકાર અને એની જલધારણ વગેરે અર્થઝિયા એ સરખી ખરી, પણ જ્યારે એ આકાર તૂટે ત્યારે બન્નેનું મૂલ્ય જુદું. માટીને ઘટ ફૂટે ત્યારે ઠીકરાં ને માટી શેષ રહે જેનું મૂલ્ય એ મૂળ ઘડા જેટલું નથી રહેતું, ત્યારે સુવર્ણઘટ તૂટતાં બાકી રહેલ સોનાનું મૂલ્ય પણ તે મૂળ ઘડા જેટલું જ રહે છે. બન્ને વચ્ચેના આ તફાવતના આધારે નિર્વાણલક્ષી અને એક જ જેવા માગે ચાલતા સાધકોની આંતરિક ગ્યતાના તારતમ્યને અનુસરી ઉત્પન્ન થયેલ પુણ્ય યા શુભ કર્મનું અંતર સમજાવવામાં આવ્યું છે. જે સાધક અંતરથી ઓછો શુદ્ધ હોય તે પુણ્ય – શુભ સંસ્કાર ઉપાર્જન કરે તોય તેનું મૂલ્ય માટીના ઘડા જેટલું અને જે આંતરિક શુદ્ધિમાં ચડિયાતો હોય તેના પુણ્યનું મૂલ્ય સુવર્ણઘટ જેટલું; એટલે કે, વિશેષ આંતરિક
૪૧. જુઓ યોગબિંદુ લોક ૧૫૯-૬૦.