________________
૧૦૨
યોગશતક
ચૂર્ણરૂપે માટીમાં મળી જાય છે, પણ અભિનવ વૃષ્ટિની ધારા પડતાં જ એકાએક માટીમાંથી તે શરીરના અંશે સજીવ દેડકારૂપે દેખા દે છે, જે વર્ષભૂ કહેવાય છે. આથી ઊલટું, જે દેડકાનું શરીર બળી રાખ થઈ ગયું હોય તે ગમે તેવી વર્ષા છતાં ફરી સજીવન નથી થતું. તે જ પ્રમાણે રાગ, દ્વેષ, મેહ જેવા દો યા વિકારોની બાબતમાં પણ બને છે. આ વિકારે આધ્યાત્મિકઆત્મગત-મનોગત છે. કાયિક કે વાચિક, તપ કે જપ જેવા બાહ્ય આચારનું અવલંબન સાધક કરે છે ત્યારે તેના આચારમાં શરીર અને વાણી રોકાયેલાં રહેતાં હોઈ પેલા વિકારોને શરીર કે વાણી દ્વારા આવિર્ભાવ પામવાને અવસર નથી મળતો થા ઓછો મળે છે. આ રીતે કાયિક આચારની ચિરસાધના કરતાં તે દે શમે ખરા, પણ નિર્મૂળ ન થાય.૪૦ એ દેનાં બીજ કાયમ હોવાથી સહેજ નિમિત્ત યા છિદ્ર મળતાં તે ઊગી આવે–આવિર્ભાવ પામે, પણ સાધક ભાવનાપૂર્વક પ્રવૃત્તિ કરતો હોય તે એના કલેશદષનાં બીજે મૂળમાંથી જ નાશ પામે છે, ભાવનામાં સમજણ, વિવેક અને બહુમાનનું તત્વ હોય છે જે શુદ્ધ ચેતનામાંથી ઉદય પામે છે. તેથી એ જ ચેતનાને આવરતા દોષ એના વિરોધી સદ્દગુણના - ૩૯ તત્ત્વશારદીમાં વાચસ્પતિ મિશ્ર આ જ દાખલ ટાંડ્યા છે; જેમકે वर्षापाय इवोद्भिजभेदो मृद्भावमुपगतोऽपि पुनर्वर्षासु पूर्वरूप...(यो. सू. ૨–૧૦).
૪૦. જુઓ પાતંજલ યોગસૂત્રતપ:સ્વાધ્યાવેશ્વરનિષાનાનિ ક્રિયાયોગઃ | ૨, ૧. સમાધિમાવનાર્થઃ વફાતન્દરાથa | ૨, ૨.
પતંજલિએ આ બે સૂત્રોમાં ક્રિયાયોગ અને તેનું પરિણામ દર્શાવેલ છે. વ્યાસ અને ભાવ સ્પષ્ટ કરતાં કહે છે કે ક્રિયાગથી કલેશે પાતળા પડે, પણ નિર્મળ ન થાય; એ માટે પ્રસંખ્યાન અર્થાત ઉચતર જ્ઞાન જોઈએ. આ. હરિભદ્ર આ જ વરંતુ ગા. ૮૬ માં કહી છે.