________________
ગાથા ૮૧-૮૨
૯૩
ભિક્ષા એ ત્રણલેપ જેવી છે. એનું ઔચિત્ય અહીં ગમાર્ગમાં ધર્મની દષ્ટિએ વિચારવું જોઈએ, નહિ તે
ગ દેષમાં જ પરિણમે. (૮૨) . સમજૂતી–ગાથા ૮૦ સુધીમાં જે વર્ણન આવ્યું છે તેને મુખ્યપણે બે ભાગમાં વહેંચી શકાય : એક ભાગ યોગીને પિતાની સાધનામાં અનિવાર્ય રીતે આવશ્યક એવા તત્ત્વજ્ઞાનને લગતો છે,
જ્યારે બીજો ભાગ એ તત્વજ્ઞાનને જીવનમાં ઉતારવાના કામ અને પદ્ધતિને લગત છે. સાધક યોગી એક દેહધારી અન્ય માનવ જેવો માનવ છે, તેથી તેને પણ દેહનું ધારણ–પોષણ કરવું પડે છે. એવા ધારણ–પિષણ વિના દેહિક જીવન શકય નથી બનતું અને દેહિક જીવન વિના આંતરિક જીવનશુદ્ધિની સાધના પણ થઈ નથી શકતી. તેથી યોગી માટે શરીરયાત્રા ચલાવવાના કેટલાક નિયમો એવા ઘડવામાં આવ્યા છે કે જેને લીધે તેની શરીરયાત્રા ચાલે અને આંતરિક જીવનશુદ્ધિની સાધનામાં બાધા ન પડે. આવા શયન, આસન, આહાર આદિને લગતા વિધિનિયમ જુદી જુદી પરંપરાઓમાં કાંઈક અંશે જુદા જુદા મળી આવે છે; છતાં એ બધી પરંપરાઓના આહાર-વિહાર-નિહારને લગતા વિધિ-નિયમને સૂર એક જ છે કે તે નિયમો જીવનશુદ્ધિની સાધનાને પોષક હોવા જોઈએ. ગ્રંથકાર જૈન પરંપરાને અનુસરી સાધકે જીવનયાત્રા કઈ રીતે ચલાવવી એનું ટૂંકમાં સૂચન કરે છે.૩૮
૩૮ગ્રંથકારે ભિક્ષાષ્ટક (અષ્ટક ૫) માં ભિક્ષાના સર્વ સંપન્કરી, પૌરુષબ્રી અને વૃત્તિ એવા ત્રણ ભેદ કરી તેમાં ભિક્ષાના સર્વ પ્રકારનો સમાવેશ સૂચવ્યું છે. જેમાંથી પહેલો ભેદ યોગી માટે ઉપાદેય છે અને તેને “સર્વસંપન્કરી’ નામે ઓળખાવેલ છે. આચારાંગ, દશવૈકાલિક આદિ આગમમાં અને ઉત્તરકાલીન અન્ય અનેક નાના-મોટા ગ્રંથોમાં ભિક્ષાને લગતા દોષ-ગુણોનું વર્ણન મળે છે. આપનારે કયા દેશે ટાળી ભિક્ષા આપવી, લેનારે ક્યા દે ટાળી તે લેવી, શું લેવું, કઈ રીતે