________________
૧
અ—અથવા શાસ્રાક્ત વિધાના પ્રમાણે જ સામાન્યપણે પરમસ વિગ્ન વ્યક્તિએ સત્ત્વ આદિમાં મૈત્રી વગેરે ગુણાની ભાવના કરવી. (૭૮)
પ્રથમ તે। પ્રાણીમાત્રમાં મૈત્રી, અધિક ગુણવાળામાં પ્રમેાદ–પ્રસન્નતા, દુઃખી પ્રત્યે કરુણા અને અવિનીત–અસાધ્ય પ્રત્યે માધ્યસ્થ્ય સેવવાં. (૭૯)
ગાથા ૭૦-૮૦
ઉચિત પ્રવૃત્તિના ઉપર વર્ણવેલ આ ક્રમ ચેાગ્ય જ છે; અન્યથા, એટલે કે ચેાગ્ય વિષયમાં ભાવનાના વિનિયાગ ન કરતાં ઊલટી રીતે ક્રમ લેવામાં આવે તે, તેમાં સુમેળ રહેતા નથી. (૮૦)
સમજૂતી—આધ્યાત્મિક સાધકે ખીજા પ્રકારની ભાવનામાં ઉત્કટ મુમુક્ષુપણું સત્ત્વ આદિમાં મૈત્રી આદિ ગુણ્ણાનું પુનઃ પુન: પરિશીલન કરવું એમ સૂચવવામાં આવ્યું છે. તે કેવી રીતે કરવું તે દર્શાવતાં ગ્રંથકાર યાગાનુભવીઓની સૂચનાને અનુસરી ભાવનાએના વિષયા અને તેમાં ભાવનીય ગુણ્ણાના ફાડ પાડતાં કહે છે કે પ્રાણીમાત્રમાં મિત્રતાની ભાવના કરી મૈત્રી ગુણ કેળવવા, પેાતાના કરતાં ગુણમાં જે શ્રેષ્ઠ કે ચડિયાતા હાય તેના પ્રત્યે પ્રસન્નતા કેળવી પ્રમેાદ ગુણુ સિદ્ધ કરવા, કલેશ કે દુઃખ પામતા પ્રાણીવ`નું દુ:ખ દૂર કરવાની વૃત્તિ કેળવી કરુણા ગુણુ સાધવા અને જેને કોઈ પણ રીતે વિનયન કે સુસ`સ્કાર આપી ન શકાતા ઢાય એવા અવિનીત કે જડવર્ગ પ્રત્યે તટસ્થતા—સમજણુપૂર્ણાંક ઉપેક્ષા કેળવી મધ્યસ્થતા ગુણુ પેાખવા.
જીવન જીવતાં સાધકે પ્રવૃત્તિ તેા કરવાની રહે જ છે, પણ તે પ્રવૃત્તિ ઉચિતપણું કરાય તેા જ સાધકતા ટકે અને વિકસે. તેથી પ્રવૃત્તિની ઉચિતતાની કસાટી લેખે એ જાણવું જરૂરી છે કે સમસ્ત જીવવ` પ્રત્યે કેવા દૃષ્ટિબિંદુથી સાધક વર્તે તા એના