________________
માથા ૮૩-૮૫
યા અધ્યવસાય બે પ્રકારના છે: એક અશુદ્ધ ને બીજો શુદ્ધ. જે રાગ, દ્વેષ અને મેાહની મલિન છાયાથી અનુરજિત યા વિકૃત ઢાય તે અશુદ્ધ ઉપયાગ. તેથી ઊલટું, જેમાં એવી છાયા યા વિકારના સ્પર્શ પણ ન હેાય તે શુદ્ધ ઉપયાગ. રાગ, દ્વેષ, માહની એવી છાયાજન્ય વિકૃતિથી સર્વથા મુક્તિ ન થાય ત્યાંસુધીના ઉપયેાગ કષાયના તારતમ્ય પ્રમાણે કેટલેક અંશે શુદ્ધ તા કેટલેક અંશે અશુદ્ધ પણ હાવાના. જ્યારે કાષાયિક ખળ—સકલેશનું બળ વધારે હેાય ત્યારે શુદ્ધિની માત્રા ઓછી અને અશુદ્ધિની માત્રા વધારે હાવાની. તેથી ઊલટું, સકલેશનું ખળ જેમ જેમ ઘટે તેમ તેમ શુદ્ધિની માત્રા વધે અને અશુદ્ધિની માત્રા ઘટે. આ રીતે એક જ ઉપયાગમાં એક જ વખતે તારતમ્યથી શુદ્ધિ અને અશુદ્ધિ ખન્ન અંશે હેાય જ છે. સંસારી જીવના કાઈ પણ ઉપયેાગ એવા િ હાવાના કે જે સર્વથા અશુદ્ધ જ હોય યા સંપૂર્ણ શુદ્ધ જ હાય. આધ્યાત્મિક ઉત્ક્રાન્તિના ક્રમના પાયેા જ એ છે કે અધ્યવસાયની અશુદ્ધિ ઘટતી જાય અને શુદ્ધિ વધતી જાય, એટલે કે સર્કલેશનું ખળ ઉત્તરાત્તર ઓછું થતું જાય યા ક્ષય પામતું જાય.
સંકલેશવાળા અધ્યવસાય સકલેશના પ્રમાણુમાં અશુદ્ધ કહેવાય છે એ ખરું, પણ એ અશુદ્ધિમાંય તારતમ્ય હાય છે. સકલેશ કે કષાયનું ખળ વિધમાન ને ક્રિયાશીલ હૈાય ત્યારે પણ તેના વેગ સદા એકસરખા નથી હેાતા. કયારેક તે વેગ તીવ્ર હાય છે તેા કયારેક મં. જ્યારે તીવ્રતા વિશેષ હાય ત્યારે તે અશુદ્ધોપયાગ અશુભ-ઉપયેાગ તરીકે વ્યવહારાય છે, જ્યારે તે વેગ મંદ પડે ત્યારે તે અશુદ્ધોપયાગ શુભ-ઉપયેાગ તરીકે વ્યવહારાય છે. સકલેશને કઈ કક્ષા લગી તીવ્ર માનવા અને કયારથી મંદ માનવા એનું વિશ્લેષણ આધ્યાત્મિક પુરુષાએ માત્ર આધ્યાત્મિક દૃષ્ટિથી કરેલું છે. તેની તીવ્રતા-મદ્રુતા જાણવાની કસાટી એ છે કે જ્યારે જીવમાં ભાગરસ ઉત્કટ હાય અને ભાગમુકિત પ્રત્યે