________________
ગાથા ૮૬-૮૯
રૂપે કેટલીક સિદ્ધિઓ આવિર્ભાવ પામે છે. જ્યારે તેવા મુકિતગામી સાધક જીવો પ્રાપ્ત થયેલ સિદ્ધિઓમાં પણ અનાસક્ત રહે છે અને તેવી સિદ્ધિ પ્રાપ્ત થયાને તેમનામાં લેશ પણ ગર્વ નથી હોત ત્યારે તે એવી સિદ્ધિઓના પાશમાં ન ફસાતાં વિશેષ ઉત્કાન્તિ કરે છે. આવી જ ઉત્ક્રાન્તિના કમને દર્શાવવા ગ્રંથકારે ગાથા ૮૫ માં કહ્યું છે કે લબ્ધિ કે સિદ્ધિઓને પ્રાપ્ત થયેલ જીવ પ્રથમ તો અશુભ કર્મનો ક્ષય કરે છે અને પછી શુભ કર્મનો બંધ કરે છે, તેમજ મોક્ષ પણ પામે છે. તેમના આ કથનનો સાર એ છે કે સંયમ, ધ્યાન અને અહિંસા જેવા સદ્દગુણોની પુષ્ટિથી પ્રગટ થયેલ વિભૂતિઓમાં ન લેભાના સાધક અધ્યવસાયની શુદ્ધિના બળે પૂર્વબદ્ધ અશુભ કર્મને કાં તો ઉપશમ કરે છે અને કાં તે ક્ષય કરે છે. સાથે જ તે મંદ સંકલેશના અસ્તિત્વને કારણે અશુદ્ધ છતાં શુભ એવા ઉપયોગને લીધે શુભ કર્મ પણ બાંધે છે. પરંતુ એવા ઉલ્કાતિગામી જવને પરિણામ ઉત્તરોત્તર વધારે ને વધારે સંકલેશથી મુક્તિ અનુભવતા હોવાથી તે છેવટે શુભ કર્મથી પ્રાપ્ત થતાં સાધનોને મોક્ષની દિશામાં જ ઉપયોગ કરે છે અને અનુક્રમે સંકલેશથી સર્વથા મુક્ત થઈ પૂર્ણ શુદ્ધ અધ્યવસાયને સ્વામી -બને છે.
કાયિક આચાર કરતાં માનસિક ભાવનું ચડિયાતાપણું कायकिरियाए दोसा खविया मंडुक्कचुन्नतुल्ल त्ति । ते चेव भावणाए नेया तच्छारसरिस त्ति ॥ ८६॥ एवं पुन्नं पि दुहा मिम्मयकणगकलसोवमं भणियं । अन्नेहि वि इह मग्गे नामविवज्जासभेएण ॥ ८७ ॥ तह कायपायणो न पुण चित्तमहिगिच्च बोहिसत्त त्ति । होति तह भावणाओ आसयजोगेण सुद्धाओ ॥ ८८ ।।