________________
ામશતક
પડતે; એટલું જ નહિ, પણ યાગના પ્રાથમિક અભ્યાસીએને તેવા સ્થાનમાં બેસી અભ્યાસ કરતાં યાગભૂમિકાએ ઉપર સારા એવા કાબૂ પણ આવતા જાય છે.
‘ઉપયાગ’ શબ્દના ભાવ તા તે તે વિષયમાં મનની જાગૃતિ સેવવી એ જ છે. તે એની વ્યુત્પત્તિમાંથી કેવી રીતે ફલિત થાય છે એ દર્શાવતાં ગ્રંથકાર કહે છે કે ‘ઉપયાગ’ પદ્મમાં બે અંશ છે— ‘ઉપ’ અને ‘યેાગ’. યાગ'ના અથ પ્રથમ કહેવામાં આવ્યા છે, ઉપ'ના અર્થ સમીપ છે. તેથી ‘ઉપયોગ’ શબ્દના સળંગ અથ એ થયા કે યાગનું સામીપ્ય’. એના જ વિશેષ ફલિતાર્થ એ થયા કે માનસિક, વાચિક, કાચિક એવા બધા જ જીવનવ્યવહારામાં યેાગની ષ્ટિએ જે જે કવ્યનું વિધાન કરવામાં આવ્યું હાય તે બધાં જ કર્તવ્યામાં અસ્ખલિતપણે પ્રવતવું.
પહેલાં સાધનના પ્રકાર લેખે બે જાતની ભાવના અર્થાત્ ચિંતનના નિર્દેશ કરવામાં આવ્યા છે. એમાંથી ખીજી ભાવનાનું વન કર્યાં પહેલાં પહેલી ભાવનાના ઉપસંહારરૂપે તેનું ફળ દર્શાવતાં ગ્રંથકાર કહે છે કે ગાથા ૬૦ થી ૭૬ સુધીમાં જે રીતે ભાવના કરવાનું કહેવામાં આવ્યું છે તે રીતે અભ્યાસ કરવાથી તત્ત્વનું સ્વરૂપ અંતરમાં ઊતરે છે ને એથી ચિત્તમાં એવી સ્થિરતા પ્રગટે છે જે પરિણામે પરમા`લક્ષી અને મુકિતપ્રશ્ન નીવડે છે. ચિંતનના બીજો પ્રકાર
अहवा ओहेणं चिय भणियविहाणाओ चेव भावेज्जा । सत्ताइए मित्ताइए गुणे परमसंविग्गो ॥ ७८ ॥ सत्तेसु ताव मेत्ति तहा पमोयं गुणाहिएसुं ति । करुणमज्झत्थते किलिस्समाणाविणीएसु ॥ ७९ ॥ एसोचैवेत्थ को उचियपवित्तीए वन्निओ साहू | इहराऽसमंजसत्तं तहा तहाऽठाणविणिओगा ॥ ८० ॥