________________
યોગશતક
જીવનવ્યવહાર ઉચિત કહેવાય ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે અમે ઉપર જે જે વિષયમાં જે જે ભાવના દ્વારા . જે જે ગુણ કેળવવાને કમ દર્શાવ્યો છે તે જ કમ યોગ્ય છે. એથી ઊલટા કમે જે ભાવના ભાવવામાં આવે તો જીવનવ્યવહાર ઊલટો ડહોળાઈ જાય છે અને સાધકને પ્રગતિને બદલે અધોગતિ તરફ ધકેલે છે. દા. ત. પિતાના કરતાં કોઈને વધારે ગુણી જઈ પ્રસન્ન થવાને બદલે તેના પ્રત્યે અદેખાઈ સેવવામાં આવે ત્યા કરુણા ઊપજે અથવા તટસ્થવૃત્તિ ધારણ કરવામાં આવે તે બીજાના ગુણત્કર્ષમાંથી આગળ વિકાસ સાધવાનો પદાર્થપાઠ શીખવાને બદલે ઊલટું પતન થાય. એ જ રીતે અવિનીત પ્રત્યે તટસ્થવૃત્તિ ધારણ કરવાને બદલે પ્રમોદભાવના કેળવવામાં આવે તો તેથી પિતાનામાં જ એવી જડતા આવે. આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને જ દીર્ઘદશી અને આંતરિક શકિતઓના વિકાસને હતગત કરનાર અનુભવીઓએ કો કયો ગુણ કયા કયા વિષયમાં કેવી કેવી ભાવના દ્વારા કેળવવાથી સમગ્ર જીવનચર્યાનું સામજસ્ય સચવાય છે તે દર્શાવ્યું છે.
આહારને પ્રકાર અને વિધિ साहारणो पुण विही सुक्काहारो इमस्स विन्नेओ। અન્નથ ગોણો ઇવાની માત્રા | ૮૨ वणलेवो धम्मेणं उचियत्तं तग्गयं निओगेण । एत्थं अवेक्खियव्वं इहरा जोगो त्ति दोसफलो ॥ ८२ ॥
અર્થ– શુષ્ક આહાર એ પરમસંવિગ્ન માટે સાધારણ વિધિ છે, તેમજ સર્વસંપન્કરી ભિક્ષા પણ વિહિત છે. આ વિધિ અન્યત્ર ઉપદેશેલ છે. (૮૧)
૩૭. પ્રતિમાં “સવારંવ ' એ પાઠ છે, પણ માત્રા ઘટતી હોવાથી “સવા" પાઠ રાખે છે.