________________
યોગશતક
| ન્યાય-શેષિકદર્શન પણ પ્રત્યેક અમૂર્ત જીવ સાથે મૂર્ત મનને સંબંધ માન્યા સિવાય કાંઈ ઉપપત્તિ કરી શકતાં નથી. એ જ સ્થિતિ પૂર્વમીમાંસકની છે. હવે રહ્યું બૌદ્ધદર્શન. તે અમૂર્ત નામ એટલે ચિત્ત અને મૂર્ત એવા રૂપને વાસ્તવિક સંબંધ સ્વીકારીને જ આધ્યાત્મિક ચર્ચા કરે છે. આ રીતે પ્રત્યેક જૈનેતર દર્શનની આધ્યાત્મિક પ્રક્રિયાનું ઊંડું નિરીક્ષણ કરતાં એટલી વસ્તુ સર્વસામાન્યપણે ફલિત થાય છે કે દરેક આધ્યાત્મિક ચેતન એવા અમૂર્ત તત્વ સાથે અચેતન એવા મૂર્ત દ્રવ્યને સંબંધ સ્વીકારે જ છે, જે જૈનદર્શનસંમત પૌદ્ગલિક કે મૂર્ત કર્મ અને અમૂર્ત આત્માના સંબંધ જેવો જ છે.
આ પ્રમાણે બધાં જ આત્મવાદી દર્શનમાં મૂર્તમૂર્ત (જડચેતન) સંબંધની માન્યતા કઈ ને કઈ રૂપે સમાન હોવા છતાં જાણે માત્ર જિનદર્શન જ પૌદ્ગલિક મૂર્ત કર્મને અમૂર્ત આત્મા સાથે સંબંધ સ્વીકારતું હોય અને બીજું કંઈ તેમ ન માનતું હોય એવી માન્યતા રૂઢ થવાનું કારણ એ છે કે જૈનદર્શને પૌગલિક કર્મનું સ્વરૂપ એટલા લંબાણથી અને એટલી વિવિધ તાથી તેમજ એટલી ધૂળ દલીલોથી વર્ણવ્યું છે કે તેને વાંચનાર હરકોઈના મન ઉપર મુખ્ય છાપ એ જ પડે કે જેનદર્શન મૂર્ત કર્મની માન્યતામાં જ રચ્યુંપચ્યું છે. તેથી ઊલટું, બીજાં દર્શનના કર્મસંબંધી વર્ણનમાં જ્યાં જુઓ ત્યાં એક જ આશય તરતો જણાશે કે કર્મ એટલે વાસના, સંસ્કાર કે અજ્ઞાન જેવા અમૂર્ત ભા. જ્યાં જયાં દર્શનાન્તરના વર્ણનમાં એવા અમૂર્ત ભાવોની ઉપપત્તિ માટે કઈને કઈ દ્રવ્યની કે સ્વતંત્ર પદાર્થની કલ્પના કરવી પડી છે ત્યાં ત્યાં તેમણે એવા પદાર્થને કર્મ નામે ન ઓળખાવતાં બીજા જ કઈ મૂલાવિધા, માયા, શક્તિ, લીલા, પ્રધાન, બુદ્ધિ, મન કે રૂપ જેવાં નામથી ઓળખાવેલ છે. આથી બધાં દર્શનેની એક પ્રકારે સમાન માન્યતા હોવા છતાં એની સમજણ