________________
ગાથા ૫૯-૭૭.
પહોંચે છે. પાતંજલ યોગશાસ્ત્રમાં ઈશ્વરના જપથી વિદ્ઘ દૂર થવાની તેમજ સ્વરૂપલાભ થવાની જે વાત કહી છે તે જ અત્રે ગ્રંથકારે ગુરુ-દેવતાને નામે કહી છે. ૩૬
ધ્યાન કે ચિંતન કરતી વખતે આસન વાળી બેસવું અને ત્યારે પણ ડાંસ જેવાં જંતુઓના ઉપદ્રવને ન ગણકારવા એમ જે ધ્યાનવિધિરૂપે કહ્યું છે તે શા માટે યા તેનાથી શું લાભ એ દર્શાવતાં ગ્રંથકાર કહે છે કે અનેક આસને પિકી જે આસન સાધકને વધારે માફક હોય યા જે આસને ધારેલ વખત સુધી બેસી રહેવામાં કંટાળો આવતો ન હોય તેવા સાધેલ અને સ્થિર સુખ આસને બેસવામાં પહેલે લાભ કાયનિધિ છે; એટલે કે, સાધક પિતાના શરીરની હિલચાલ ઉપર કાબુ મેળવી શકે છે ને અડગપણું સધાય છે. શરીરનું અડગપણું સિદ્ધ કરવું એ મુશ્કેલ છે. એ સિદ્ધ થતાં એને મુશ્કેલીના વિજયનું મૂલ્ય સમજાય છે. આથી સાધકના મનમાં આસન સિદ્ધ કરી અડગપણે ધ્યાન કરનાર પ્રત્યે બહુમાનને ભાવ પણ પ્રગટે છે. એ જ રીતે અડગપણું સધાતાં જે જંતુઓના ઉપદ્રવમાં પણ અક્ષુબ્ધ રહેવાની વૃત્તિ પ્રગટે છે તે સાધકને એક વીર્યગ છે. વિયોગ એટલે પુરુષાર્થ દાખવવો ને તેમાં ગમે તેવો વિશ્ન આવે છતાં પાછાં ન પડવું તે. આવી સ્થિરતા અનેક ધારેલ પરિણામે નિપજાવે છે. તેથી જ યોગીઓની પરંપરા આસનસિદ્ધિ અને પરીષહજય ઉપર ભાર આપતી આવી છે. એની નોંધ પતંજલિએ (સૂત્ર ૨. ૪૬–૪૮) પણ લીધી છે.
ધ્યાન સમયે ચિંત્ય વિષયમાં લીન થઈ ચિંતન કરવું એમ જે પ્રથમ સામાન્ય સૂચના કરી છે તેની ખાસ અગત્ય સમજાવવા ગ્રંથકાર તેનાથી થતા લાભને અને બીજા લાભની સર
૩૨. “તનવતર્થમાવન” ” “તત: કચરાતનાધામો થતાચામાયશ્ચ ' (1. ૨૮-૨૯)