________________
યોગશતક
ખામણીમાં તે લાભની મુખ્યતાને નિર્દેશ કરતાં કહે છે કે સાધક ધ્યાન વખતે પિતાનું ચિત્ત માત્ર ચિંત્ય કે ધ્યેય વિષયમાં જ પરવી રાખે કે એકાગ્ર કરે તો એને ઉપયોગ–જાગૃતિ એ જ વિષયમાં રહે છે અને એથી સાધકને ચિંતનીય વિષયના ખરા સ્વરૂપનું ભાન ઉદય પામે છે. આધ્યાત્મિક સાધનાના કમમાં જે કઈ મુખ્ય, પ્રધાન કે અનિવાર્યપણે આવશ્યક એવું ઉપકારક અંગ કે સાધન હોય તે તે તત્ત્વના ખરા સ્વરૂપનું ભાન થવું એ જ છે. સાંસારિક વેદનાઓની ઘટમાળ મૂળે તો તત્ત્વના મિથ્યાજ્ઞાન કે અજ્ઞાનને આભારી છે. એવા મૂળગત આધ્યાત્મિક મિથ્યાજ્ઞાન, વિપસ કે ભ્રમને નિવારવાને એકમાત્ર ઉપાય એ તત્વના યથાર્થ સ્વરૂપના ભાનમાં છે, અને આવું ભાન ચિત્ય તત્ત્વમાં લીન કે એકાગ્ર થયા સિવાય કદી લાધતું નથી. એકાગ્રતા એ જ તે તે વિષયની જાગૃતિ છે. જ્યારે ચિત્ત એકાગ્રતાથી ચિંત્ય વિષયમાં જાગૃત થાય ત્યારે તેના ઉપરનું મિથ્યા-આવરણ આપોઆપ સરવા લાગે છે. એને લીધે સાધક ચિંત્ય વિષયના વાસ્તવિક સ્વરૂપનું ભાન કરવા પામે છે.
વસ્વરૂપના યથાર્થ ભાનથી જે ત્રણ મુખ્ય લાભે થાય છે તે પણ ગ્રંથકાર દર્શાવે છે. જ્યારે ચેતના અને જવ જેવી આધ્યાત્મિક વસ્તુનું ખરું ભાન પ્રગટે ત્યારે તે નિંધ કે હાનિકારક કોઈ પણ પ્રવૃત્તિ કરતાં સાધકને રેકે છે. તત્ત્વજ્ઞાનનું આ પ્રથમ અને સ્વાભાવિક પરિણામ છે. તત્વજ્ઞાનથી બીજે લાભ એ થાય છે કે તેનાથી સાધકનું મન “આ સાચું કે તે સાચું, આ ઠીક કે તે ઠીક એવી વિકલ્પજાળ યા ડામાડોળ સ્થિતિ છેડી કર્તવ્ય-વિષયમાં સ્થિર અને સુનિશ્ચિત બને છે. સ્થિરતાને લીધે ચિત્તની શક્તિ નિરર્થક ન વેડફાતાં સુરક્ષિત રહે છે ને તેને વિનિયોગ વ્યવહાર કે પરમાર્થ બન્ને ક્ષેત્રમાં તેમજ જન્મ-જન્માન્તરમાં એકસરખે ઉપકારક બને છે.