________________
૪
ગણત
વિશે ઊંડું ચિંતન કરવું. એ ચિંતન કઈ કઈ રીતે કરવું એનું તાદશ ચિત્ર સાધક સમક્ષ રજૂ કરવાની દૃષ્ટિથી ગ્રંથકારે તેને લગતા અગત્યના મુદ્દાઓનું વિવરણ કર્યું છે જે હ૭મી ગાથા. સુધી ચાલે છે. તે આ પ્રમાણે : ગુરુ ને દેવતાની સાક્ષીએ પદ્માસન આદિમાંથી કોઈ પણ આસન વાળી એકાંતમાં બેસવું અને ડાંસ, મચ્છર જેવાં જતુઓના ઉપદ્રવને ગણકાર્યા સિવાય ચિંત્ય વિષયમાં લીન થઈ અને યથાવત્ ઉપયોગ રાખી શાસ્ત્રાનુસાર રાગ, દ્વેષ અને મહિના વિષયોનું સ્વરૂપ, તેના પરિણામે અને તેના વિપાક એ બધાનું સ્થિર અને યથાવત્ ચિંતન કરવું.
ગુરુ કે દેવતાને સાક્ષી રાખવાથી શું લાભ અને તે લાભમાં સાધકનું પિતાનું કર્તુત્વ કેટલું અને ગુરુદેવતાનું કર્તૃત્વ કેટલું એ વતુ ગ્રંથકારે ગાથા ૬૨-૬૩માં નિરૂપી છે. તે કહે છે કે સાધક ચિંતન કરતી વખતે ગુરુ કે દેવતાને સાક્ષીરૂપે સામે રાખે તે તેઓને અનુગ્રહ પામે અને તેથી ઉદ્દિષ્ટ વસ્તુની સિદ્ધિ થાય. આ મુદ્દાનું સ્પષ્ટીકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે સાધક ઉપર અનુગ્રહરૂપ જે અસર થાય છે તેમાં ગુરુ ને દેવતા તે માત્ર નિમિત્ત – બહિરગ કારણ છે, જ્યારે એ અસરનું મુખ્ય – અંતરંગ કે ઉપાદાન કારણ તે એની પોતાની સમુચિત ભાવશુદ્ધિ છે. જેમ કોઈ યોગ્ય માણસ મંત્ર કે ચિતામણિ રત્ન જેવી ફળપ્રદ મનાતી વસ્તુઓની વિધિપૂર્વક ઉપાસના કરે છે ત્યારે એ ઉપાસક દ્વારા તે મંત્ર આદિને કશો લાભ નથી થતો. તેમ છતાં તે મંત્ર આદિ દ્વારા યોગ્ય ઉપાસકને ઈષ્ટ લાભ થાય જ છે. તેમ ધ્યાનપરાયણ વ્યક્તિ ગુરુ કે દેવતાને સાક્ષી રાખી ચિંતન કરે તે તેના દ્વારા ગુરુ-દેવતા પર કશે ઉપકાર નથી થતું, છતાં ઉપાસકને તો તેનાથી લાભ થાય જ છે, અર્થાત્ ગુરૂદેવતાને સાક્ષી રાખી ચિંતન કરનારના આત્મામાં કોઈ એ સાત્વિક યા શુભ ભાવ પ્રગટે છે કે તેનાથી તે પિતાના ઈષ્ટની સિદ્ધિ નજીક જલદી