________________
યોગશતક ફેર પડે છે તે એટલો જ કે મુકત આત્માનું દર્શન બદ્ધ આત્માના દશન કરતાં તદ્દન બદલાઈ જાય છે. બદ્ધ આત્મા કર્મ દ્રવ્ય કે તેનાથી ઉત્પન્ન થતાં કાર્યોથી આવૃત થઈ સ્વરૂપાનુભવ વિનાને બની જાય છે, જ્યારે મુકત આત્મા માત્ર સ્વરૂપાનુભવ કરતે હાઈ કર્મ-દ્રવ્ય કે તેના કાર્યોની અસરથી અલિપ્ત રહે છે, એટલે કે, કર્મ દ્રવ્યની સંનિધિ હોવા છતાં તે તેના પર કોઈ પણ જાતની વિકૃત અસર ઉપજાવવા અસમર્થ છે એટલું જ.
ઉપર સૂચવેલ છે મુદ્દા પિકી ચોથે અને પાંચમો મુદ્દો ગ્રંથકારે જન પરંપરાની દૃષ્ટિએ ચર્ચેલ છે, એમ અમે પ્રથમ કહ્યું છે. તેને સીધો અર્થ એટલો જ છે કે દાર્શનિકોના વર્તુળમાં દરેક દા. નિક જિનપરંપરાગત દ્રવ્ય-કર્મ–પૌદ્ગલિક કર્મના વિશિષ્ટ અને અતિવિસ્તૃત વર્ણન પરથી એવી માન્યતા સેવે છે કે જૈનદર્શનસંમત કર્મ તો પૌગલિક હોઈ મૂર્ત છે અને જૈનદર્શનસંમત. આત્મા તે તેથી વિજાતીય હોઈ અમૂર્ત છે. જે આમ છે તો અમૂર્ત આત્મા સાથે મૂર્ત કર્મને કંઈ પણ અસર ઉપજાવે એ સંબંધ કેવી રીતે ઘટે ? જો વાસના, સંસ્કાર યા ગુણરૂપ કર્મ હોય અને તે અમૂર્ત આત્માને ધર્મ હોય તો તે તેના ઉપર તેની કાંઈક અસર ઉપજાવવાની વાત કલ્પનામાં પણ આવી શકે, બીજી રીતે નહિ. આવી ઈતર દાર્શનિકેની જૈનદર્શન વિશેની ધારણને સામે રાખી ગ્રંથકારે તેના જવાબમાં દાખલો આપી સમજાવ્યું છે કે મૂર્તિની અમૂર્ત ઉપર પણ ઉપઘાત-અનુગ્રહરૂપ જે અસર, થાય છે તે અનુભવસિદ્ધ છે. મધ એ મૂર્ત વસ્તુ છે. ઔષધ પણ મૂર્ત છે. એવાં મૂર્ત દ્રવ્યના ઉપભેગની અસર વિજ્ઞાન જેવા અમૂર્ત ભાવ ઉપર થાય છે. કેફી પીણાથી વિજ્ઞાન અને તેની શક્તિ આવૃત થઈ ઉપઘાત પામે છે, તો સાત્વિક ઔષધ આદિના. સેવનથી વિજ્ઞાન અને તેની શક્તિને પુષ્ટિ પણ મળે છે. જો આ અનુભવ છે તે અમૂર્ત આત્મા ઉપર મૂર્ત દ્રવ્ય-કર્મની અસર