________________
ગાથા ૫૪–૫૮
૦૫
થવા વિશે સંદેહને અવકાશ જ નથી. આ રીતે ગ્રંથકારે જૈનદનની અદ્ભૂત આત્મા અને ભૂત કના સંબંધ વિશેની માન્યતા અને પરસ્પર થતી અસર વિશેની માન્યતાના ખુલાસા કર્યાં છે.
પરંતુ જો આપણે આત્મવાદી પ્રત્યેક દર્શનની માન્યતાના મૂળ સુધી જઈ સ્વતંત્રપણે વિચારીએ તે। જણાયા વિના નહિ રહે કે વસ્તુત: દરેક દનમાં અમૃત આત્મા અને ભૂત દ્રવ્યક્રમ સ્થાનીય કાઈ ને કાઈ વિજાતીય દ્રવ્ય યા તત્ત્વના સબંધ જૈનદર્શીન જેવા જ સ્વીકારાયેલે છે. ભાષાભેદ, પ્રક્રિયાભેદ હાવા છતાં દરેક આત્મવાદી દર્શીનના મૂળમાં ચેતન અમૃત અને અચેતન મૂના પરસ્પર પ્રભાવકારી સૌંબંધ સ્વીકારાયા જ છે; કેમકે, તે વિના કાઈ ન આગળ વધી શકતું જ નથી. દા. ત. પ્રથમ વેદાંતદન લઇએ. મૂળે એક પ્રશ્નનું નાનારૂપે સર્જન કે નાનારૂપે પ્રતિભાસ માનનાર પરિણામવાદી વેદાન્તીએ કે વિવવાદી વેદાન્તીએ બ્રહ્મની શક્તિ, લીલા, અવિધા કે માયા રૂપે જે વસ્તુ સ્વીકારે છે અને જેને તેએ અનિવ ચનીય કે વિલક્ષણ કહી ટૂંકમાં પતાવે છે તે માયા કે અવિધા ચેતન બ્રહ્મથી વિજાતીય હાઈ અચેતન જ છે; એટલું જ નહિ, પણ તે એક પ્રકારનું દ્રવ્ય છે. તેથી જ તે જવ-અવરૂપ સમગ્ર સૃષ્ટિનું ઉપાદાન યા નિમિત્ત ખને છે અને તેને લીધે સૃષ્ટિ ઇન્દ્રિયગમ્ય પણ ખને છે. એ જ વિજાતીય તત્ત્વ મૂલાવિધાને નામે જાણીતું છે, જે ખરી રીતે ભાવાત્મક એક વસ્તુ જ છે.
'
સાંખ્ય-યાગદર્શીનનું પ્રકૃતિ-દ્રવ્ય પ્રધાન તરીકે જાણીતું છે. તે અમૃત અને ચેતન એવા પુરુષ કરતાં વિજાતીય તેમજ ત્રિગુણાત્મક ઢાઈ મૂત છે. પ્રધાનનું કાર્ય બુદ્ધિ-તત્ત્વ એ પણ સાત્ત્વિક મૂર્ત દ્રવ્ય છે. પ્રત્યેક પુરુષના પ્રધાન સાથે અને બુદ્ધિતત્ત્વ સાથે સંબંધ અનિવાય છે. એટલે સાંખ્યયોગદર્શનને પણ મૂત અને અમૂના સંબધ અનિવાર્ય પણે માનવા જ પડે છે.