________________
૭૨
યોગશતક
વ્યાસને આ જ ભાવ આ. હરિભદ્ર અહીં ગાથા પ૫ માં ગૂઠે છે, અને તેમણે તે જ ભાવ અનેક સ્થળે નિરૂપો પણ છે.૩૩
દરેક આધ્યાત્મિક ચિંતકે અવિધા, કર્મ કે મોહને અનાદિ તે કહ્યાં, પણ તેથી મેક્ષનો પ્રશ્ન ઉકેલાતો નથી. જે વસ્તુના આદિ, મૂળ કે પ્રારંભ નથી તે વસ્તુ સ્વાભાવિક અર્થાત્ સ્વતઃસિદ્ધ હોવી જોઈએ અને જે સ્વત:સિદ્ધ હોય તેને નાશ અસંભવ છે. આ રીતે અનાદિ કર્મસંબંધને અંત ન આવે તે મોક્ષ પણ ન સંભવે અને જે મોક્ષ ન સંભવે તે મોક્ષને ઉદેશી આધ્યાત્મિક ચિંતકોએ જે વિચાર કર્યા છે કે આચારે યોજયા છે તે સઘળા નિર્દેશ ને નિરર્થક જ કરે. આધ્યાત્મિક ચિંતકોની સામે આ એક સમસ્યા છે. તેને ઉકેલ પણ સમસ્ત આધ્યાત્મિકાએ એક સરખે જ સૂચવ્યું છે. તે એ કે અવિધા, કર્મ કે મોહ જે અનાદિ કહેવાય છે તે માત્ર પ્રવાહની દૃષ્ટિએ. ચેતન અને અવિધાને સંબંધ સર્વ પ્રથમ પ્રવાહની દૃષ્ટિએ કઈ ક્ષણે થયો એ જાણવું અને કહેવું અશક્ય હોવા છતાં અનુભવગત કાળસીમાની દૃષ્ટિએ એ જાણવું અને કહેવું શક્ય છે કે તે તે અવિદ્યા અને તે તે કર્મને સંબંધ અમુક કારણોથી અમુક ક્ષણે થયો. આને સાર એ છે કે પ્રવાહની દષ્ટિએ અનાદિ મનાતી વસ્તુ પણ તેના પર્યાય, અંશ કે ખંડની દષ્ટિએ સાદિ અર્થાતુ અનુભવગત કાળસીમાની અંદર આવે છે. 33. 'अणुभूअवत्तमाणो बंधो कयगोसिऽणाइमं कह णु । जह उ अईओ कालो तहाविहो तह पवाहेण ॥'
–પંચવતુ ગા. ૧૧૦૭. प्रवाहतोऽनादिमानिति । २-५० कृतकत्वेऽप्यतीतकालवदुपपत्तिरिति । २-५१ वर्तमानताकल्पं कृतकत्वमिति । २-५२ ।
–ધમંબિંદુ આ જ ભાવ વિશિકા ૨-૧૩ માં પણ નિરૂપા છે.