________________
માથા ૫૪-૫૮
અવિદ્યા જેવી ઉપાધિ વળગી કયારે ? આ પ્રશ્નને ઉત્તર બધાએ એક જ રીતે આપ્યો છે અને બીજી રીતે કહીએ તો બધાએ એ બાબતમાં મૌન જ સેવ્યું છે. પ્રશ્ન કાળની આદિને છે. પ્રશ્ન પૂછનાર અને જવાબ આપનાર એ બધા જ કાળપ્રવાહપતિત હૈઈ તેમનું ગમે તેટલું જ્ઞાન સામર્થ્ય પણ એ પ્રવાહના આદિ કે અન્તની સીમાને નિર્દેશ કરવા અપૂરતું છે. તેથી જ તે બધા એ પ્રશ્નને ઉત્તર એકસરખી રીતે એટલે જ આપી દે છે કે બ્રહ્મ કે જીવાત્મા સાથે અવિધા કે કર્મને સંબંધ અમુક ક્ષણે પ્રથમ થયે અને તે પહેલાં ન હતો એમ ન કહી શકાય. આને અર્થ સૌને મતે એટલે જ થાય છે કે ચેતન અને કર્મને આદિસંબંધ અય છે. આ જ વસ્તુ દરેક દર્શનમાં “અનાદિ કે “અવ્યાકૂત” શબ્દથી કહેવામાં આવી છે.
ગ્રંથકારે ગાથા ૫૪ ને પપ માં કારણુજન્ય એવા સાદિ કર્મનું પ્રવાહની દષ્ટિએ અનાદિત્વ સમજાવવા બુદ્ધિથી સમજાય એવું એક દષ્ટાંત આપ્યું છે. તે કહે છે કે જેમ ભૂતકાળ અનાદિ છે, ભૂતકાળની આદિ શોધી કે બતાવી શકાતી નથી, એટલે કે કઈ એવો ભૂતકાળને અંશ નથી કે જે ક્યારેક વર્તમાન ન હોય, તેમ છતાં એ વર્તમાન અંશ પહેલો ક્યારે શરૂ થયો તે કલ્પનામાં પણ આવી શકતું નથી, તેમ આત્મા અને કમને સંબંધ પણ પ્રવાહની દૃષ્ટિએ અનાદિ છે, ભલે તે મિથ્યાત્વ આદિ કારણજન્ય હાઈ વૈયકિતકરૂપે વર્તમાન ક્ષણની પેઠે સાદિ હોય. યોગસૂત્ર ૩, ૧૩ ના ભાષ્યમાં વ્યાસે ધર્મનું અર્થાત્ પર્યાયનું ઐલક્ષણ્ય કે સૈકાલિકત્વ દર્શાવતાં કહ્યું છે કે કોઈ પણ પર્યાય જ્યારે વર્તમાન
સ્વરૂપ પામે છે ત્યારે તે તેનું અનાગતપણું છોડીને જ તે સ્વરૂપ પામે છે, પછી તે જ પર્યાય જ્યારે અતીત બને છે ત્યારે તે તેનું વર્તમાન સ્વરૂપ ત્યજીને જ. આમ પ્રત્યેક પર્યાય કે ધર્મ અનુક્રમે અનાગત, વર્તમાન અને અતીત એ ત્રણ કાળને અનુભવ કરે છે.