________________
યોગશતક જેમ મદ્યપાન, ઔષધ વગેરે દ્વારા વિજ્ઞાન–ચેતન પર ઉપઘાત-અનુગ્રહ અર્થાત સારી-માઠી અસર થાય છે તેમ મૂર્ત કર્મ દ્વારા અમૂર્ત આત્મા પર પણ ઉપઘાત-અનુગ્રહ ઘટે છે. (૫૬)
આ રીતે આ બન્નેને અર્થાત્ આત્મા અને કર્મને સંબંધ સુવર્ણ અને મૃત્તિકાની જેમ અનાદિ છે, છતાંય ઉપાયથી એ બેને વિયોગ પણ સાધ્ય છે એમ સમજવું. (૫૭)
આ રીતે બંધ ને મોક્ષ બનેય ઉપચાર કે આરોપ વિના જ ઘટે છે; અન્યથા અનુભવસિદ્ધ સુખ-દુઃખ વગેરે આત્મામાં નહિ ઘટે. અહીં આટલી પ્રાસંગિક ચર્ચા પૂરતી છે. (૫૮)
સમજૂતી–ગાથા ૫૪ થી ૫૮ સુધીમાં ગ્રંથકારે પ્રસંગવશ મુખ્યપણે છ મુદ્દા ચર્ચા છે તેમાંથી ત્રણ તો મોક્ષ અને પુનર્જન્મ
માનનાર અર્થાત્ આત્મવાદી એવાં બધાં જ પુનર્જન્મ, કર્મ અને દર્શનમાં સાધારણ છે, કેમકે બધાં જ દર્શને મોક્ષ આદિ વિશે છ એ ત્રણ મુદ્દાઓ વિશે એક જ પ્રકારની માન્યતા મુદ્દાઓની દાર્શનિક ધરાવે છે. બીજા બે મુદ્દા એવા છે કે જે તુલના ગ્રંથકારે માત્ર જૈન પરંપરાની દૃષ્ટિએ ચલ
છે. જ્યારે એક મુદ્દા વિશે સાંખ્ય-ગ તેમજ વિવર્તવાદી કેવલાદ્વૈતી સિવાય બધા એકમત છે. સર્વ દર્શનસાધારણ ત્રણ મુદ્દા આ છે: (૧) આત્મા અને કમને અનાદિ સંબંધ, (૨) અનાદિ છતાં એની કારણકૃત યા નૈમિત્તિક ઉત્પત્તિ, (૩) અનાદિકમને પણ યોગ્ય ઉપાયથી વિયેગ. માત્ર જૈનપરંપરાને માન્ય એવા બે મુદ્દા આ છે. (૧) કર્મનું પૌલિકત્વ અર્થાત મૂર્તત્વ, (૨) અમૂર્ત આત્મા ને મૂર્ત કર્મનો સંબંધ અને