________________
wથા ૨૮
8
तस्साऽऽसन्नत्तणओ तम्मि दढं पक्खवायजोगाओ। सिग्धं परिणामाओ सम्म परिपालणाओ य ॥२८॥
અર્થ–બીજી કક્ષાના પેગીને વિશુદ્ધ આજ્ઞાગને આધારે તેને યથાવત્ પરિણામ–ભાવ સમજીને અણુવ્રત વગેરેને ઉદેશી લોકોત્તર–આધ્યાત્મિક–મોક્ષગામી ધર્મને ઉપદેશ આપ, (૨૭)
કારણ કે, એ જ ઉપદેશ એને નજીક છે અને તેમાં જ એને દઢ રુચિ સંભવે છે; એમાંથી જ પરિણામ યા ફળ ત્વરિત લાધે છે અને તે સરળતાથી પાળી પણ શકે છે. (૨૮)
સમજૂતી પહેલા અપુનબંધક અધિકારી કરતાં બીજો, ત્રીજા અને ચોથો અધિકારી ઉત્તરોત્તર વધારે આધ્યાત્મિક વિકાસ
વાળો હોય છે. તેથી પહેલા અધિકારી કરતાં લૌકિક અને લકત્તર પછીના ત્રણ અધિકારીઓને આપવાને ઉપદેશ ધર્મદષ્ટિનું પૃથક્કરણ ઉત્તરોત્તર વધારે અંતર્લક્ષી હેવાને. તેથી
જ ગ્રંથકારે એ ત્રણે અધિકારીઓને આપવાના ઉપદેશના વિષયોની ગણના લોકોત્તર-ધર્મમાં કરી છે.
અહીં સંક્ષેપમાં લૌકિક અને લોકોત્તર ધર્મનું અંતર જાણવું જરૂરી છે. અમુક આચાર લૌકિક જ છે ને બીજો લોકોત્તર જ છે એમ કંઈ તેના બાહ્ય સ્વરૂપ ઉપરથી નક્કી નથી થતું, પણ એ તે તે આચારની પ્રેરક દૃષ્ટિ પરથી નક્કી થાય છે. જ્યારે કોઈ પણ આચાર સકામપણે પાળવામાં આવે ત્યારે તે બાહ્ય દષ્ટિએ ગમે તે ગણાતે હોય છતાં લૌકિક જ છે. તેથી ઊલટું, જ્યારે કઈ સદાચાર નિષ્કામપણે અનુસરાતો હોય ત્યારે તે મોક્ષલક્ષી હોવાથી લોકોત્તર છે એમ સમજવું. પરપીડાપરિહાર કે દીનદયા જેવા સાર્વજનિક મહત્ત્વના આચારે અને ધર્મોને