________________
૧૨
ગશતક
ચાર શરણ સ્વીકારવાં, કુકૃત્યની નિન્દા કરવી અને સત્કર્મની અનુમોદના કરવી – આ કર્તવ્યસમુદાય, શ્રેયનું કારણ સમજીને સતત આચર. (૫૦)
સમજૂતી–અરતિ નિવારવા જે ઘટત પ્રયત્ન કરવાનું કહેવામાં આવ્યું છે તેની સ્પષ્ટતા કરવા માટે ગ્રંથકાર અરતિ અને તેનાં પરિણામોને આધ્યામિક કાર્યકારણભાવ સૂચવી એ અરતિજન્ય પરિણામે નિવારવાના કેટલાક આધ્યાત્મિક ઉપાયો દર્શાવે છે.
જ્યારે પણ અકુશળ કર્મ યા અશુભ સંસ્કારને ઉદય થવાને હોય ત્યારે એના પૂર્વચિહ્ન યા પૂર્વલક્ષણ રૂપે અરતિ કે બેચેની અનુભવાય છે. જ્યારે એવી બેચેની પ્રાપ્ત સદ્દગુણ વિશે થાય ત્યારે તે ખાતરીથી સમજવું કે કોઈ પૂર્વકૃત પાપકર્મને ઉદય આવવાને છે. આ રીતે અરતિ અને અશુભકર્મોદય એ બન્નેને આંતરિક સંબંધ છે. એટલે એમ કહી શકાય કે અરતિ એ ભાવી પાપકર્મના ઉદયને રોકવા માટે કાંઈક ઉપાય લેવાની આગાહીરૂપ છે. હવે આવા અશુભકર્મોદયને નિવારવાના ઉપાયો પણ ગ્રંથકારે સૂચવ્યા છે, જેમકે, બાહ્ય ભયની પેઠે આંતર ભય ઉપસ્થિત થાય ત્યારે શરણ અર્થાત્ સદ્દગુરુનું શરણ લેવું, શારીરિક રંગની જેમ બાધક કમની પીડા આવે ત્યારે ઉપચાર અર્થાત્ કોઈને કોઈ જાતના તપનું અનુષ્ઠાન કરવું, ઝેરી જંતુના ઝેરની પેઠે જ્યારે મોહનું ઝેર વ્યાપે ત્યારે ઉત્તમ ગ્રંથના સ્વાધ્યાયરૂપ મંત્રને આશ્રય લે.૨૮
આ પ્રમાણે તે તે ઉપાયને આશ્રય લેવાથી પાપકર્મને ભાવી ઉદય અટકાવી શકાય છે અને તેનું બળ મોટે ભાગે ઘટાડી શકાય
૨૮. આ જ વસ્તુ યોગસૂત્ર (૨. ૧) માં નિર્દેશ છે–સરવાળાप्रणिधानानि क्रियायोगः ।