________________
રીતે હાનિકારક નીવડે છે તે દર્શાવતાં ગ્રંથકાર સ્પષ્ટ કરે છે કે તે તે આધકારીને તે તે વિષયને ઉપદેશ આપ એ તો આવ
શ્યક છે જ, છતાં તે તે અધિકારીને તેના વિષયમાં પણ જે નિષિદ્ધ હોય તે સ્પષ્ટ ઉપદેશવું જોઈએ. જો નિષિદ્ધ વસ્તુને બેકાળજી કે ઉદાસીનતાને લઈ ઉપદેશ કરવામાં ન આવે તો અધિકૃત વિષયમાં કરાયેલો ઉપદેશ પણ બંધનું કારણ બને છે, કેમકે નિષિદ્ધ બાબતોને ખ્યાલ ન આવવાથી સાધક કટોકટીને પ્રસંગે મૂંઝવણમાં મુકાય છે ને આડે રસ્તે પણ કંટાય છે, જેથી માર્ગદર્શક ગુરુનું ધાર્યું સિદ્ધ થતું નથી. માટે જ ગ્રંથકાર કહે છે કે કર્તવ્યના ઉપદેશની પેઠે અકર્તવ્યને પણ ઉપદેશ કરવો જરૂરી છે કે અમુક અમુક બાબત તો પરિહરવી જ જોઈએ.
અપાત્રને વેગ આપવાથી થતાં અનિષ્ટ गुरुणो अजोगिजोगो अञ्चंतविवागदारुणो नेओ । जोगिगुणहीलणा-नट्ठनासणा-धम्मलाघवओ ॥ ३७॥
અર્થ-ઉપદેશક ગુરુ અપાત્ર કે અગ્યને વેગ આપે તે તે અત્યંત કટુક ફળ આપનારે સમજ, કારણ કે એમાં
ગીઓના ગુણની અવહેલના સંભવે છે, પોતે નષ્ટ થઈ બીજાને નષ્ટ કરવાનો સંભવ છે તેમજ ધર્મની હીણપત પણ સંભવે છે. (૩૭)
સમજૂતીપાછલી ગાથામાં યોગાધિકારી હોય એવાને પણ એને અધિકાર જોઈ અધિકારાનુરૂપ વિધિ-નિષેધને ઉપદેશ આપવાની વાત કહેવામાં આવી છે, જ્યારે પ્રસ્તુત ગાથામાં યોગમાગને કેઈપણ પ્રકારને અધિકાર ન ધરાવનાર એવા અપાત્રને ગુરૂએ યાગ ન જ આપ એ વાત એનાં અનિષ્ટ પરિણામો દર્શાવી કહેવામાં આવી છે. ગ્રંથકાર કહે છે કે જો સર્વથા અપાત્રને