________________
૫૮
ચાતક
' અર્થ—અહીં આ ઉપાય શુભ દ્રવ્ય, ક્ષેત્ર વગેરેના સમૂહને અવલંબીને અને સદ્ગુરુ સમીપ વિધિપૂર્વક લેવામાં આવ્યું હોય તે જ તે ગુણસ્થાન પ્રાપ્ત કરાવે છે. (૪૨)
વંદન આદિની વિધિમાં નિમિત્તની શુદ્ધિ પ્રધાન છે, માટે એનું સમ્યક પ્રકારે ચિંતન કરવું. અન્યથા એ વિધિ શુદ્ધ ન બને. (૪૩)
સમજૂતી–પ્રાપ્ત કરેલા ગુણસ્થાન – ભૂમિકાથી ઉપરના ગુણસ્થાનમાં પ્રવેશ કરવા જેટલી લાયકાત અને તત્પરતા દેખાયા પછી સાધકે તે તે ઉપરની ભૂમિકા ગ્રહણ કરવી. પણ અત્રે ગ્રંથકાર કહે છે કે તે નવી ભૂમિકા વિધિપૂર્વક સ્વીકાર્યા પછી જ તેને સ્થિર કરવી અને એમાં અરતિ ઊપજે કે મન ન ઍટે તો તે અરતિ નિવારવા પણ યત્ન કરો. આ બધું નવી – ચાડયાતી ભૂમિકા સ્વીકારવાના ઉપાય તરીકે ગાથા ૪૨ થી ૫૦ સુધીમાં વર્ણવવામાં આવ્યું છે. પ્રસ્તુત કર-૪૩મી ગાથામાં ભૂમિકા સ્વીકારવા વખતની આવશ્યક વિધિનું વર્ણન છે. જ્યારે પણ નવું ગુણસ્થાન ગ્રહણ કરવું હોય ત્યારે તે આધ્યાત્મિક ગુરુની પાસે, તેની સાક્ષીએ અને તે પણ શુભ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈ ગ્રહણ કરવું. વિધિમાં ગુરુ તેમજ વડીલને વંદન – નમસ્કાર કરવા આદિને સમાસ થાય છે. શકુન, સ્વરનાડી, અંગફુરણ જેવાં નિમિત્તોની તેમજ દિવસ, નક્ષત્ર આદિ નિમિત્તની શુદ્ધિ એ પણ મુખ્યપણે યથાવત તપાસવી. એવી નિમિત્તશુદ્ધિ સિવાય ઉક્તવિધિ અવિધિ જ બને. આ સ્થળે ગ્રંથકારે વંદન, નમસ્કાર જેવા આંતરિક ભાવગુણની પેઠે બાહ્ય નિમિત્તશુદ્ધિ તપાસવાની જે વાત કહી છે તે ઉપાદાન અને નિમિત્ત બનેને વિધિમાં સમાવેશ સૂચવે છે.