________________
યાત્રશતક
લૌકિક તરીકે ગ્રંથકારે ગણાવ્યા છે ત્યારે એના અર્થ એ જ છે કે એવા ધર્માંનું સકામપણે અનુસરણ કરવું તે પણુ, જેમ લેાકહિતની દૃષ્ટિએ આવશ્યક છે તેમ, આચરણ કરનાર પ્રથમાધિકારીને પણ નિષ્કામ-ભૂમિકા તરફ આગળ વધવામાં ઉપકારક નીવડે છે. લૌર્કિક અને લેાકેાત્તર આચાર વચ્ચેનું અંતર ખીજી રીતે પણ દર્શાવી શકાય; જેમકે, લૌકિક લેખાતા આચારા જીવનમાં યથાવત્ ઊતર્યાં હાય તે! જ લેાકેાત્તર આચારની યેાગ્યતા આવે છે, તે વિના નહિ. જે વ્યક્તિ પરપીડા જાણી કે ટાળી ન શકે કે જે દરેક પરંપરાના ઇષ્ટદેવાના આદર કરી ન જાણે; જે માતા, પિતા, શિક્ષક, અન્ય વડીલ અને કળાચાર્યાં જેવા ગુરુવનું હાર્દિક બહુમાન કરી ન જાણે; જે અતિથિ કે અભ્યાગતની યાગ્ય પ્રાતપત્તિ કરી ન જાણે યા જે દીનદુ:ખી જેવા સેવાયેાગ્ય વર્ગ પ્રત્યે અનુકમ્પા દાખવી ન જાણે, તેવી વ્યક્તિ લેાકેાત્તર ધર્મના અધિકાર મેળવી જ ન શકે. તેથી ઊલટું, જે વ્યક્તિ લોકોત્તર ધર્મનું યથાવત્ પાલન ન પણ કરતી હાય તેય લૌકિક ધર્મનું પાલન ખરાખર કરી શકે. એટલું ખરુ કે ખરા અર્થમાં જેણે લેાકેાત્તર ધર્મના અધિકાર મેળવ્યા હૈાય તેવી વ્યકિતના લૌકિક ગણાતા ધર્માં પણ લેાકેાત્તર કોર્ટિમાં જ આવવાના.
૪૪
-
જેને આત્માની — પેાતાના સ્વરૂપની સાચી અને સ્પષ્ટ પ્રતીતિ થઈ છે તે સમ્યગ્દષ્ટિ નામના ખીજ અધિકારી છે. એ અધિકારી સમ્યગ્-વિવેકવાળા હેાવા છતાં હિંસા, લેાભ આદિ કલેશપ્રેરિત વાસનાએથી વિરમ્યા ન હેાઈ તેને આગળ વધવામાં સહાયક થાય એ હેતુથી ગુરુ તેની શક્તિ અને રુાચને ધ્યાનમાં રાખી હિંસા, અસત્ય, ચેરી જેવા દાણાથી થાડી પણ નિવૃત્તિ સધાય એવાં અણુવ્રતાના ઉપદેશ આપે. ભેાગવાસનામાં રત એવા જીવને એકસાથે સવથાનિવૃત્તિના ઉપદેશ ભાગ્યે જ રુચે. તેથી ગ્રંથકારે પ્રથમ અણુવ્રત જેવા આંશિક વિરતિધમના