________________
ગાથા ૨૯-૩૦
ઉપદેશ આપવાની વાત સૂચવી છે, કારણ કે એવી આંશિક વિરતિ આદરવી જેમ સહેલી છે તેમ તે વિશેને દઢ પક્ષપાત સ્થિર થતાં તે જલદી ગુણકારી પણ નીવડે છે.
ચારિત્રીરૂપ ત્રીજી કક્ષાના યોગીને ઉપદેશ तइयस्स पुण विचित्तो तदुत्तरसुजोगसाहणो भणिओ। सामाइयाइविसओ नयनिउणं भावसारो त्ति ॥ २९॥
અર્થ-ત્રીજી કક્ષાના ગીને સામાયિક આદિ વિશે અનેક પ્રકારને ભાવપ્રધાન – પરમાર્થલક્ષી અને સૂક્ષમ અપેક્ષાબુદ્ધિપૂર્વક ઉપદેશ આપ, કેમકે એ ઉપદેશ જ તેને ઉત્તરોત્તર ઉત્તમ યોગભૂમિકા માટે સાધક મનાયેલ છે. (૨૯)
સમજૂતી–જે કલેશપ્રેરિત ભગવાસનાથી અલ્પાંશે પણ વિરમ્યો હોય અને જેણે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જેવાં મૌલિક વ્રતો અલ્પ પ્રમાણમાં પણ ધારણ કર્યો હોય તે દેશવિરતિ નામક ત્રીજો અધિકારી છે. એવા અધિકારીને ઉદ્દેશી ઉપદેશ આપવાના વિષયો ગણાવતાં ગ્રંથકાર અનેક એવા આચારોની યાદી આપે છે જે એની પરિભાષાને લીધે માત્ર જેનપરંપરામાં જાણીતા છે. ગ્રંથકાર એવા વિષયોમાં પ્રથમ સામાયિક આદિને નિર્દેશ છે. સામાયિક, પૌષધ જેવાં શિક્ષાવ્રત અને અનર્થદંડવિરમણ૦ જેવાં ગુણવ્રતો એ એકંદરે મૌલિક અણુવ્રતાનાં પિષક હોઈ ગ્રંથકાર એ બધાંને ઉત્તર–યોગના સાધન તરીકે વર્ણવે છે.
ગૃહસ્થને ઉપદેશવાના વિષયની વિગત सद्धम्माणुवरोहा वित्ती दाणं च तेण सुविसुद्धं । जिणपूय-भोयणविही संझानियमो य जोगं तु ॥ ३० ॥
૨૦. સામાયિક, પૌષધ આદિ શબ્દોના અર્થ માટે જુઓ તત્વાર્થસૂત્ર ૭, ૧૬ અને તેનું પંડિત સુખલાલજી કૃત. ગુજરાતી વિવેચન.