________________
ગાથા ૧૧
૧૩
તત્ત્વચિંતનની પ્રાથમિક સ્થિતિમાં માત્ર ભૌતિક તત્ત્વનું અસ્તિત્વ મનાતું અને તેમાંથી જ ચૈતન્યના આવિર્ભાવ ને પાછા તેમાં જ તેના તિરાભાવ મનાતેા. આ માન્યતા ચાર્વાકના દર્શન તરીકે સચવાઈ રહી છે. ત્યારબાદ ચૈતન્યના સ્વતંત્ર અસ્તિત્વના વિચાર સ્પષ્ટ રૂપ લે છે. તે વખતે પણ ભૌતિક તત્ત્વોનું અસ્તિત્વ મનાતું હાવાથી બે પરસ્પર વિરેાધી એવાં તત્ત્વા જડ અને ચૈતન્યને નામે તત્ત્વજ્ઞાનમાં સ્થાન પામે છે. આ તત્ત્વચિંતનની બીજી ભૂમિકામાં અચેતન અને ચેતન એ એ એકમેકથી જુદાં અને સ્વતંત્ર તત્ત્વા મનાવા છતાં તેમના વિશે પહેલી ભૂમિકાની અમુક માન્યતા કાઈક જુદા સ્વરૂપમાં પણ સચવાઈ રહેતી લાગે છે. પ્રથમ ભૂમિકામાં ચૈતન્ય ભૌતિક તત્ત્વામાંથી આવતું ને તેમાં વિલય પામતું. આ ખીજી ભૂમિકામાં એમ તેા નથી મનાતું, પણ ચૈતન્ય ઉપર ભૌતિક અસરા વાસ્તવિક રીતે થાય છે અને થઈ શકે છે એમ મનાય છે. પ્રથમ ભૂમિકામાં ભૌતિક તત્ત્વ ચૈતન્યનું ઉપાદાન હતું તા હવે બીજી ભૂમિકામાં એ ઉપાદાન મટી ચૈતન્યના પરિણામેામાં અને ચૈતન્ય ઉપર થતી અસરામાં નિમિત્ત બને છે. આ ખીજી ભૂમિકા મીમાંસા, ન્યાય-વૈશેષિક જૈન-બૌદ્ધ આદિ નામાં
સચવાઈ છે.
તત્ત્વચિંતનની ત્રીજી ભૂમિકામાં વળી માન્યતા આગળ વધે છે. જો ચૈતન્ય તત્ત્વ સ્વત:ાસદ્ધ અને તદ્દન સ્વતંત્ર હાય તેમજ ભૌતિક લક્ષણાથી સર્વથા વિલક્ષણ હાય તા એવા અમૃત અને અરૂપી તત્ત્વ ઉપર ભૌતિક વસ્તુ અસર કેમ પાડી શકે ? જો એ એના ઉપર અસર પાડે તા એની અમૂર્તતા કેવી રીતે સ`ભવે ? આ અને આના જેવી દલીલેા દ્વારા આ ત્રીજી ભૂમિકામાં એવી માન્યતા સ્થિર થઈ કે ભલે અચેતન અને ચેતન બન્ને તત્ત્વો મનાય, પણ ચેતન એ તે! અચેતનથી તદ્દન જુદા પ્રકારનું અને તે પરિવતન કે પરિણામ વિનાનું જ માનવું જોઈએ. અને જો