________________
માથા ૧૧
સંસ્કારો એટલા સૂક્ષ્મ અને વિવિધ સામર્થ્યવાળા હોય છે કે તેનું આબેહૂબ ચિત્ર શદમાં રજૂ ન કરી શકાય. પણ માણસ ધારે તો પિતાના અંતર્નિરીક્ષણથી તેને કાંઈક ખ્યાલ મેળવી શકે. આપણે અનુભવીએ છીએ કે કયારેક ભય ને લોભનું બળ ચિત્તમાં વધારે હોય છે તો કયારેક ક્રોધ અને અભિમાનનું. એ જ રીતે આપણે એવો પણ કયારેક અનુભવ કરીએ છીએ કે યોગ્ય સમજણ કે ચિંતન-મનન દ્વારા તે જ દોષનું બળ ઘટે છે અને કયારેક કોઈ કઈ દોષ નિર્મળ જે પણ થઈ જાય છે. આવી માનસિક સ્થિતિને અનુભવ કરીને આધ્યાત્મિક સાધકોએ કહ્યું છે કે યોગમાર્ગ ભણી વાયા હોય એવા અધિકારી નાં અધિકાર કે યોગ્યતા એકસરખાં નાહ હેવાનાં. આનું જ નામ અધિકારભેદ છે.
આત્મા અને કર્મના સંબંધનું કથન तप्पोग्गलाण तग्गज्झसहावावगमओ य एयं ति । इय दट्ठव्वं इहरा तह बंधाई न जुज्जति ॥ ११ ॥
અર્થ-કર્મયુગલોને સ્વભાવ આત્મા વડે ગ્રહણ થવાને એટલે કે તેને વળગવાનો છે તેમજ આત્માથી અપગમ-છૂટા પડવાને પણ છે. એને લીધે જ ઉપરનું અધિકાર-અનધિકારનું કથન છે. અન્યથા એટલે કે ઉક્ત પ્રકારે કર્મનાં ગ્રહણ અને અપગમ ન માનવામાં આવે તે બંધ વગેરેની વ્યવસ્થા ઘટે જ નહિ એમ સમજવું. (૧૧)
સમજૂતી–યોગમાર્ગના અધિકાર–અનધિકાર અને અધિકારીની વિવિધતા વિશેની ગાથા ૯-૧૦ માં આવેલી ચર્ચામાંથી દાર્શનિક માન્યતાનો એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. તે પ્રશ્નને લઈ ગ્રંથકારે પ્રસ્તુત ગાથામાં પિતાનું દૃષ્ટિબિન્દુ જૈન પરંપરાનુસાર રજ